<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

રવિવારે વૂમન્‍સ-ડે નિમિતે ફ્રેન્‍ડસ મ્‍યુઝીકલ ગ્રુપ દ્વારા ઇવનિંગ પોસ્‍ટ ખાતે સંગીતનો કાર્યક્રમ

૧૧ લેડીઝ ગાયક કલાકારો જુના-નવા ગીતો રજૂ કરશેઃ સંગીતપ્રેમીઓને આમંત્રણ

રાજકોટઃ નવ વર્ષથી કાર્યરત સંસ્‍થા ફ્રેન્‍ડસ મ્‍યુઝીકલ ગ્રુપ દ્વારા સીનીયર સીટીઝન માટે હિન્‍દી ફિલ્‍મના નવા-જુના  કર્ણપ્રિય ગીતો નું કરાઓકે ઉપર પ્રોગ્રામનું આયોજન ઇવનીંગ પોસ્‍ટ, સીનીયર સીટીઝન પાર્ક, પ્રભુકૃપા હોસ્‍પિટલ સામે, ચૌધરી હાઇસ્‍કુલ પાસે રાજકોટ  ખાતે તા. ૮,   રવિવારે સાંજે પ થી ૯ વાગ્‍યા સુધી, ‘‘વુમન્‍સ-ડે '' નિમિતે ૨‘‘નારી તુ નારાયણી'' કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમમાં મુખ્‍ય આયોજક શ્રીમતી નીલાબેન હિંડોચા સાથે શ્રીમતી મધુબેન ઠકકર, નિતાબેન ઉપાધ્‍યાય, સાહિસ્‍તાબેન લાકડાવાળા, પ્રભાબેન કમાણી, નીતા સેન રાઠોડ, અમીબેન રૂપારેલ, મનીષાબેન આચાર્ય , શહેનાઝબેન નાયાણી, હેમાબેન સોનેજી તેમજ મયુરીબેન ત્રેટીયા ગીતો રજુ કરશે. સાથે કમલેશભાઇ ભારદીયા સહઆયોજક તેમજ આશીતભાઇ રાઠોડ,નું એ.આર. સાઉન્‍ડ રાખેલ છે. એન્‍કરીંગ મયુરીબેન ત્રેટીયા કરશે. સંગીત પ્રેમીઓને આમંત્રણ અપાયુ છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(4:00 PM IST)