News of Saturday, 7th March 2026
ઓમકાર મ્યુઝિકલ ગ્રુપ દ્વારા મણીયાર હોલમાં કાલે ગીત સંગીતનો કાર્યક્રમ

રાજકોટ તા. ૭ : ઓમકાર મ્યુઝિકલ ગ્રુપ દ્વારા કાલે તા. ૮ ના રવિવારે રાત્રે ૮ વાગ્યે અરવિંદભાઇ મણીયાર હોલ ખાતે ગીત સંગીતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ગ્રુપના આગેવાનોએ જણાવ્યુ હતુ કે સંગીતપ્રેમીઓને ડોલાવવા આ દમદાર આયોજન કરાયુ છે.
જેમાં નવા જુના ફિલ્મ ગીતોની રજુઆત સીંગર જયેશભાઇ પોપટ, હિતેશભાઇ મહેતા, યોગભાઇ પંડયા, કાશ્મીરાબેન રાઠોડ, અનિલભાઇ ત્રિવેદી, વિરેન્દ્રભાઇ ગરાચ, ચંદ્રેશભાઇ ચૌહાણ, નીતિનભાઇ ટાંક, રાકેશભાઇ, જવાહરભાઇ રાયચંદાણી, હરેશભાઇ ધીરવાણી, ભારતીબેન રાવલ, સોનલબેન બોસમીયા, મહેશભાઇ આડેસરા, લતાબેન સોની, શાહીસ્તાબેન, વૈશાલીબેન, નીતા સેન, બીનાબેન, તૃપ્તિબેન, આભા શાહ વગેરે પ્રસ્તુતી કરશે.
સંગીત પ્રેમીઓને આ કાર્યક્રમમાં નિઃશુલ્ક પ્રવેશ મળશે. વધુને વધુ લોકોએ લાભ લેવા ઓર્ગેનાઇઝર જગદીશ રાણપરા (મો.૯૩૬૭૯ ૭૫૫૬૫), એન્કર આભાબેન શાહ, નીતાબેન સોનીએ અનુરોધ કર્યો છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ઓમકાર મ્યુઝિકલ ગ્રુપના આયોજકો નજરે પડે છે
(2:21 PM IST)










