News of Saturday, 7th March 2026
કાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે સિટી બસ- બીઆરટીએસમાં બહેનોને નિઃશુલ્ક મુસાફરી
રાજકોટની નારીશકિત માટે મનપાની ખાસ ભેટ : આખો દિવસ કોઇપણ સ્થળે, કોઇપણ રૂટ પર, ગમે તેટલી વાર લાભ લેવા પદાધિકારીઓ અને અધિકારીઓની અપીલ

રાજકોટ તા.૭: આવતીકાલે ૮-મી માર્ચ, ૧૧૫-મા ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ'નિમિતે મહિલાઓ એક દિવસ માટે, સમગ્ર દિવસ દરમ્યાન કોઇપણ સ્થળે, કોઈપણ રૂટ પર, ગમે તેટલી વાર સિટી બસ અને બી.આર.ટી.એસ. બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે. તેમ મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, ચેરમેન-સ્ટેન્ડિંગ કમિટી જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસકપક્ષના નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષના દંડક મનીષભાઈ રાડીયા એક યાદીમાં જાહેરાત કરતા જણાવ્યુ છે.
દર વર્ષે ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ', ‘રક્ષાબંધન' અને ‘ભાઈબીજ'ના પવિત્ર દિવસે મહિલાઓને ભેટ સ્વરૂપે સિટી બસ અને બી.આર.ટી.એસ. બસમાં વિનામૂલ્યે મુસાફરી છૂટ આપવામાં આવે છે.
(2:31 PM IST)










