<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th March 2026

વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ પોતાનું મહત્‍વનું યોગદાન આપી રહી છેઃ નયનાબેન પેઢડીયા

કાલે ‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ': મહિલાઓને શુભેચ્‍છા પાઠવતા મહિલા મેયર

રાજકોટઃ આવતીકાલે ૮-મી માર્ચ, ૨૦૨૬ના રોજ ‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ' નિમિતે મહિલાઓને રાજકોટ મહાનગરપાલિકાના મહિલા મેયર નયનાબેન પેઢડીયા મહિલાઓને શુભેચ્‍છા પાઠવતા જણાવે છે કે, ‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ' ઉજવવા પાછળનો હેતુ વિશ્વની અડધી જનસંખ્‍યા એટલે કે નારી ઉત્‍કર્ષ માટે લોકજાગળતિ લાવવાનો છે. સામાજિક ઉત્‍કર્ષમાં મહિલાઓની ભૂમિકાની અગત્‍યતાને ધ્‍યાનમાં લઈ મહિલાઓમાં શિક્ષણનો વ્‍યાપ વધે તેમજ મહિલાઓ કુરિવાજો તથા રૂઢિઓમાંથી બહાર આવે તે માટેનું આયોજન કરવામાં આવે છે. આજે વિજ્ઞાન, ટેકનોલોજી, અવકાશ, કોમ્‍યુટર, રમતગમત, રાજકીય સહિત વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ પોતાનું યોગદાન આપી રહી છે. ભારત દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્‍યના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલએ ગુજરાત રાજ્‍યમાં સરકાર ‘કન્‍યા કેળવણી' અભિયાન, ‘બેટી બચાવો બેટી પઢાવો' અભિયાન,સ્ત્રી ભ્રૂણહત્‍યા નિવારણ, મહિલાઓમાં નામે મિલકત રજીસ્‍ટ્રેશન સ્‍ટેમ્‍પ ડ્‍યૂટીમાં રાહત જેવા પ્રયાસ થકી નારીઓના ઉત્‍કર્ષમાં યોગદાન કરી રહેલ છે. વર્તમાન સમયમાં અવકાશ સંશોધન અને રમત-ગમત જેવાં ક્ષેત્રોમાં પણ મહિલાઓએ પોતાની ક્ષમતા પુરવાર કરી રહી છે. આજે મહીલાઓ પુરૂષ સાથે ખભે ખભો મિલાવીને આગળ વધી રહી છે. સ્‍ત્રીઓ શક્‍તિનું સ્‍વરૂપ છે.સ્ત્રીઓ તેમના સમગ્ર જીવન દરમ્‍યાન પોતાના પરીવાર માટે ખૂબ જ સંઘર્ષ કરે છે. વર્તમાન સમયમાં સ્‍ત્રીઓના ઉત્‍કર્ષ માટે લોકો પ્રયત્‍નશીલ બન્‍યા છે.

 

(2:33 PM IST)