<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th March 2026

વિશ્‍વ મહિલા દિવસ : નારીના સન્‍માન, શક્‍તિ અને સંકલ્‍પનું અભિવાદન કરવાનો દિવસ : ડો. દર્શિતા શાહ

રાજકોટ : વિશ્વ મહિલા દિવસ નિમિતે ધારાસભ્‍ય ડો.દર્શિતા શાહે તમામ મહિલાઓને શુભેચ્‍છા પાઠવતા જણાવ્‍યું છે કે  આ દિવસ માત્ર ઉજવણીનો દિવસ નથી પરંતુ નારીના સન્‍માન,શક્‍તિ અને સંકલ્‍પ ને અભિવાદન કરવાનો દિવસ છે.એટલે જ કેવાય છે કે જ્‍યાં નારી નું સન્‍માન થાય છે ત્‍યાં દેવતાનો વાસ થાય છે.‘‘નારી એ સંવેદના છે નારી એ સંકલ્‍પની શક્‍તિ છે'' જ્‍યારે જ્‍યારે નારી ને અવસર મળ્‍યો છે. ત્‍યારે ત્‍યારે સમાજ ને નવી દિશા આપી છે અને પોતાના સાહસ,સઘર્ષ અને સમર્પણ થી વિશ્વમાં ભારતનું નામ ઉજવળ કર્યું છે. આજે નારી દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે. શિક્ષણ, વિજ્ઞાન,રાજકારણ,રમત-ગમત જેવા કોઈ પણ ક્ષેત્રમાં ભારતની દીકરીઓ એ પોતાની પ્રતિભાનો પરચો આપયો છે. પ્રધાનમંત્રી શ્રીનરેન્‍દ્રભાઈ મોદી, ગળહ મંત્રી અમિતભાઈ શાહ, ભાજપનાં રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી નીતિન નબીન દ્રારાસ્ત્રીસશક્‍તિકરણ ઉપર ભાર મુકીને દરેક ક્ષેત્ર મહિલાઓ પોતાનો યોગદાન આપી શકે તે માટે તેઓ સતત પ્રયત્‍નશીલ છે. તેવી જ રીતે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ, નાયબ મુખ્‍યમંત્રી હર્ષભાઈ સંઘવી, ગુજરાત ભાજપના પ્રદેશ અધ્‍યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા એ પણ રાજ્‍ય સરકારમાં મહિલા સશક્‍તિકરણ માટે સતત પ્રયત્‍નશીલ છે. નારીની શક્‍તી માત્ર તેની સફળતાથી નથી પરંતુ તેની સહન શક્‍તિ, કરુણા અને સંકલ્‍પથી છે. એટલેકે જ કહેવાય છે કે નારી શક્‍તી છે, નારી સર્જન છે, નારી સંસ્‍કૃતિ છે. નારી રાષ્‍ટ્રની પ્રેરણા છે.

 નારીત્‍વનાં સાથ સહકાર વગર શકય નથી. વિશ્વ મહિલા દિવસે તમામ મહિલાઓને શુભેચ્‍છા પાઠવું છું.

(3:35 PM IST)