<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th March 2026

વેરા શાખાની સરકારી કચેરીઓ ઉપર ધોંસઃ બે માસમાં ૩.૬૩ કરોડની વસુલાત

મનપા મિલ્‍કત વેરાની આજ દિવસ સુધીમાં ૩૮૯.૨૯ કરોડની આવક

રાજકોટ, તા. ૭: મનપાની વેરા-વસુલાત શાખા દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ માટે વેરાની વસુલાત કરવા માટેની ઝુંબેશ હાલ કાર્યરત છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નોન રેસિડન્‍સ, રેસિડન્‍સ, કોમર્શીયલ, સરકારી મિલકત જેવી મિલકતોનો વેરો બાકી હોય તો તેમને વેરા-બિલથી મિલકતવેરો ભરપાઈ કરવાની જાણ કરવામાં આવે છે.

મનપા દ્વારા ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬માં વ્‍યાજ માફીની સ્‍કીમ લાવામાં આવી છે. જેમાં જો બાકી મિલકતવેરાની સંપૂર્ણ ભરપાઈ કરવામાં આવે તો મિલકત વેરાના વ્‍યાજ પર રૂ.૫૦૦૦ તથા પાણીના વેરાના વ્‍યાજ પર રૂ.૫૦૦૦ એમ કુલ રૂ.૧૦,૦૦૦ નું ડિસ્‍કાઉન્‍ટ મળવા પાત્ર થાય છે. આ યોજનાનો લાભ નાગરિકો તા.૩૧ માર્ચ ર૦ર૬ સુધી લઈ શકે છે.મનપા દ્વારા હાલ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન તા.૦૧ એપ્રિલ ર૦રપ થી તા.૦૭ માર્ચ ર૦૨૬ સુધી કુલ રૂ. ૩૮૯.૨૯ કરોડની વસુલાત થઈ છે. આ વસુલાતમાં સરકારી વિભાગો દ્વારા તેમના હસ્‍તકની મિલકતોના મિલકત વેરા અને પાણી ચાર્જીસ ચુકવવામાં આવેલ છે.

જેમાં ફેબ્રુઆરી માસમાં ગર્વનમેન્‍ટ ઓફ એન્‍જીનીયરીંગ કોલેજ દ્વારા રૂ.૫૮.૬૧ લાખ, પી.જી.વી.સી.એલ દ્વારા રૂ.૪૫.૩૭ લાખ, સ્‍પોર્ટ્‍સ ડીપાર્ટમેન્‍ટ દ્વારા  રૂ.૩૦.૯૫ લાખ, જૂની કોર્ટ દ્વારા રૂ.૧૭.૩૬ લાખ, યાંત્રિક ભવન દ્વારા રૂ.૧૧.૦૦ લાખ,  નાયબ નિયામક કચેરી દ્વારા રૂ.૧૪.૧૮ લાખ, મામલતદાર કચેરી દક્ષિણ દ્વારા રૂ.૬.૪૩ લા, પી.ડબલ્‍યુ.ડી દ્વારા  રૂ.૬૫.૪૭ લાખ તથા  ઇન્‍કમ ટેક્‍સ ડીપાર્ટમેન્‍ટ દ્વારા રૂ.ર૭.૮ર હજાર, આમ કુલ રૂ.૨.૪૯ કરોડ જેટલી રકમ ચુકવેલ છે.

ચાલુ માસમાં સિવિલ હોસ્‍પિટલ દ્વારા રૂ.૭૪.૬૫ લાખ, જી.એમ.એસ.સી.એલ દ્વારા રૂ.૪.૮૫ લાખ, પોસ્‍ટલ ડેપો દ્વારા રૂ.૧૭.૨૨ લાખ તથા સેન્‍ટ્રલ જી.એસ.ટી કચેરી દ્વારા રૂ.૧૭.૬૫ લાખ આમ કુલ રૂ.૧.૧૪ કરોડ જેટલી રકમ ચુકવેલ છે.

(2:57 PM IST)