<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th March 2026

રાજકોટ શહેર ભાજપના સંગઠનમાં મોટા ફેરફાર : શહેર પ્રમુખ ડો. માધવ દવે દ્વારા તમામ ૧૮ વોર્ડના પ્રભારીઓની નિમણૂક જાહેર : સંગઠનને મજબૂત બનાવવા લેવાયો મહત્વનો નિર્ણય : જુઓ સંપૂર્ણ લિસ્ટ

પક્ષના પ્રદેશ અને શહેરના અગ્રણી હોદ્દેદારો સાથે લાંબી વિચારણાના અંતે વિવિધ વોર્ડમાં જવાબદારીઓ સોંપાઈ : તમામ નિમણૂકોનો તાત્કાલિક અસરથી અમલ કરવા આદેશ

રાજકોટ:રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીના સંગઠન માળખાને વધુ વેગવંતુ અને મજબૂત બનાવવાના હેતુથી શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે દ્વારા એક મહત્વપૂર્ણ સંગઠનાત્મક જાહેરાત કરવામાં આવી છે. રાજકોટ મહાનગરના પ્રભારી અનિરૂદ્ધભાઈ દવે અને શહેરના અન્ય હોદ્દેદારો સાથે સઘન ચર્ચા-વિચારણા કર્યા બાદ, શહેરના તમામ ૧૮ વોર્ડ (મંડળ) માટે નવા પ્રભારીઓના નામોની જાહેરાત કરવામાં આવી છે.

આ નિમણૂકોમાં પક્ષના પાયાના અને સક્રિય કાર્યકરોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જે મુજબ, વોર્ડ નંબર ૧ માં પૂર્વેશ ભટ્ટ (વિધાનસભા ૬૯), વોર્ડ નંબર ૨ માં મયુર પાંભર (વિધાનસભા ૬૯) અને વોર્ડ નંબર ૩ માં ભરતસિંહ જાડેજા (વિધાનસભા ૬૮/૬૯) ને જવાબદારી સોંપાઈ છે. વોર્ડ નંબર ૪ માટે જે.ડી.ભાખર (વિધાનસભા ૬૮), વોર્ડ નંબર ૫ માટે રસીકભાઈ પટેલ (વિધાનસભા ૬૮) અને વોર્ડ નંબર ૬ માટે સંજય ગૌસ્વામી (વિધાનસભા ૬૮) ની પ્રભારી તરીકે પસંદગી કરવામાં આવી છે.

સંગઠનના આ ફેરફારમાં વોર્ડ નંબર ૭ ની જવાબદારી શૈલેષ જાની (વિધાનસભા ૭૦) ને, વોર્ડ નંબર ૮ માટે સંજય દવે (વિધાનસભા ૬૯), વોર્ડ નંબર ૯ માટે કુલદીપસિંહ જાડેજા (વિધાનસભા ૬૯) અને વોર્ડ નંબર ૧૦ માટે ધ્યેય દોશી (વિધાનસભા ૬૯) ના નામ જાહેર કરાયા છે. તેવી જ રીતે વોર્ડ નંબર ૧૧ માં રજનીભાઈ ગોલ (વિધાનસભા ૭૧), વોર્ડ નંબર ૧૨ માં નરશીભાઈ કાકડિયા (વિધાનસભા ૭૧), વોર્ડ નંબર ૧૩ માં શૈલેષ હાપલીયા (વિધાનસભા ૭૦) અને વોર્ડ નંબર ૧૪ માં જીજ્ઞેશ જોષી (વિધાનસભા ૭૦) કાર્યરત રહેશે.

યાદીના અંતિમ ચરણમાં, વોર્ડ નંબર ૧૫ માટે જયેશ દવે (વિધાનસભા ૬૯), વોર્ડ નંબર ૧૬ માટે વરજંગભાઈ હુંબલ (વિધાનસભા ૬૮), વોર્ડ નંબર ૧૭ માટે ડો. વિજય તોલીયા (વિધાનસભા ૭૦) અને વોર્ડ નંબર ૧૮ ની જવાબદારી રમેશભાઈ કીયાડા (વિધાનસભા ૭૧) ને સોંપવામાં આવી છે.

શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે દ્વારા સૂચના આપવામાં આવી છે કે આ તમામ નિમણૂકોનો અમલ તાત્કાલિક અસરથી શરૂ કરી દેવામાં આવે. આ નિમણૂકોની નકલ પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, તેમજ પ્રદેશ મહામંત્રી અને રાજકોટ મહાનગર પ્રભારી અનિરૂદ્ધભાઈ દવે, જીતુભાઈ વાઘાણી અને ત્રિકમભાઈ છાંગાને જાણ અર્થે મોકલી આપવામાં આવી છે.

આ નવા માળખાથી આગામી સમયમાં ભાજપના સંગઠનાત્મક કાર્યો અને લોકસંપર્કમાં નવી ઉર્જાનો સંચાર થશે તેવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.

(11:08 PM IST)