<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th March 2026

મહાદેવ સોશિયલ ગ્રુપ દ્વારા સમસ્‍ત બ્રહ્મસમાજ માટે એપ્રિલમાં અંતાક્ષરી સ્‍પર્ધા : નામ નોંધણી શરૂ

રાજકોટ તા. ૯ : મહાદેવ સોશિયલ ગ્રુપ દ્વારા સમસ્‍ત બ્રહ્મસમાજ માટે એપ્રિલ માસમાં અંતાક્ષરી સ્‍પર્ધાનું આયોજન કરાયુ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા મહાદેવ સોશિયલ ગ્રુપના આગેવાનોએ જણાવ્‍યુ હતુ કે સમસ્‍ત બ્રહ્મ સમાજ માટે પ્રથમવાર કહી શકાય તેવું અંતાક્ષરી સ્‍પર્ધાનું આયોજન આગામી તા. ૫-૪-૨૦૨૬ના રવિવારે બપોરે રથી સાંજના ૭ સુધી અરવિંદભાઇ મણીયાર એ.સી. હોલ ખાતે ખાતે કરવામાં આવ્‍યુ છે.

આ સ્‍પર્ધામાં કોઇપણ ઉંમરના ભુદેવ-ભગીનીઓ ભાગ લઇ શકશે. વ્‍યક્‍તિદીઠ રૂ.૩૦૦ ટોકન ફી રાખેલ છે. ભાગ લેનાર તમામને આકર્ષક શ્‍યોર ગીફટ તેમજ વિજેતાઓને આકર્ષક ઇનામોથી નવાજવામાં આવશે.

ભાગ લેવા ઇચ્‍છુકોએ ઉપપ્રમુખ હિરેનભાઇ રાવલ (મો.૯૯૦૯૨ ૦૨૯૦૪), મંત્રી દિપકભાઇ રાવલ (મો.૭૫૭૫૦ ૨૩૭૮૦), ખજાનચી જીતુભાઇ શુકલ (મો.૯૮૨૫૭ ૮૨૭૧૪)નો સંપર્ક કરવા જણાવાયુ છે.

આ લાઇવ સંગીતમય અંતાક્ષરી સ્‍પર્ધામાં કોઇપણ સંગીતપ્રેમીઓને શ્રોતા તરીકે નિઃશુલ્‍ક પ્રવેશ અપાશે.

સમગ્ર આયોજન માટે ગ્રુપના પ્રમુખ બીપીનભાઇ ઠાકરના માર્ગદર્શન હેઠળ કમીટી મેમ્‍બર જીતેન્‍દ્રભાઇ ભટ્ટ, જયેશભાઇ ભટ્ટ, જયેશભાઇ દવે, કલ્‍પેશભાઇ ઉપાધ્‍યાય, કિરીટભાઇ વ્‍યાસ, ભરતભાઇ શુકલ, કલાબેન રાવલ, જયશ્રીબેન શુકલ, ગીતાબેન ભટ્ટ, અંજુબેન ભટ્ટ, હેમાંગીબેન રાવલ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા મહાદેવ સોશિયલ ગ્રુપના આગેવાનો અને કમીટી મેમ્‍બરો નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(2:59 PM IST)