<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th March 2026

ઘંટેશ્વર પાસે બ્રહ્મનાદ સોસાયટીના હોમગાર્ડ જવાનનો આપઘાતનો પ્રયાસ

નવી કોર્ટ પાસે ફિનાઇલ પીધું: પત્‍નિ વાંરવાર ઝઘડા કરી માવતરે જતી રહેતી હોવાનો અને છુટાછેડા માટે પૈસા માંગતી હોવાનો આક્ષેપ

રાજકોટ તા. ૯: જામનગર રોડ પર આવેલા બ્રહ્મનાદ સોસાયટીમાં રહેતાં હોમગાર્ડ જવાને નવી કોર્ટ પાસે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસક રતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ છે. પત્‍નિના ત્રાસથી કંટાળી જઇ આ પગલુ ભર્યાનો આક્ષેપ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

આ ઘટનાની વિગત એવી છેક ે જામનગર રોડ પર ઘંટેશ્‍વ્ર પાસે રહેતાં અને ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશનમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતાં બંસીભાઇ રાજેશભાઇ રાજ્‍યગુરૂ (ઉ.વ.૨૮)એ નવી કોર્ટ રોડ પર ફિનાઇલ પી લેતાં સારવાર માટે દાખલ કરવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

બંસીભાઇને સંતાનમાં એક દિકરો છે. તેણે આક્ષેપ કર્યો હતો કે પત્‍નિ પૂજા દ્વારા તેને ત્રાસ હોઇ તેથી આ પગલુ ભર્યુ છે. પત્‍નિ વારંવાર ઝઘડો કરી માવતરે જતી રહેતી હોઇ તેમજ છુટાછેડા લેવા હોય તો દસ લાખ આપવા પડશે તેવું કહેતી હોઇ તેમજ સાસુ   જયશ્રીબેન, સસરા સંજયભાઇ, સાળા વાસુભાઇ પણ હેરાન કરતાં હોઇ કંટાળીને પગલુ ભર્યાનો આક્ષેપ કર્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

(2:39 PM IST)