News of Tuesday, 10th March 2026
ગોંડલ બાદ આજે બપોરે મોરબીની મુલાકાતે રેન્જ ડીઆઇજી નિર્લીપ્ત રાય
એસપી ઓફીસે ગાર્ડ ઓફ ઓનર અપાયું : પોલીસ અધિકારીઓ સાથે બેઠક

રાજકોટ, તા., ૧૦: નવ નિયુકત રેન્જ ડીઆઇજી નિર્લીપ્ત રાયે ગઇકાલે ચાર્જ સંભાળ્યા બાદ ગોંડલની મુલાકાત લીધી હતી. આજે બપોરે ડીઆઇજી નિર્લીપ્ત રાય મોરબી પહોંચતા મોરબી એસપી કચેરીએ ગાર્ડ ઓફ ઓનરથી તેમનું સ્વાગત કરાયું હતું. ત્યાર બાદ એસપી મુકેશકુમાર તથા જીલ્લાના પોલીસ અધિકારીઓ સાથે મીટીંગ યોજી કાયદો વ્યવસ્થાની સ્થિતી અંગે ચર્ચા કરી હતી.
(3:20 PM IST)










