News of Tuesday, 10th March 2026
કાલે પાંચ વોર્ડના હજારો લોકો રહેશે તરસ્યા
પમ્પીંગ સ્ટેશનમાં લાઇન બદલવા અને ટાંકાની સાફ સફાઇના દાવા વચ્ચે વોર્ડ નં.૭,૧૩,૧૪,૧૭ અને ૧૮ના અનેક વિસ્તારોમાં પાણી વિતરણ નહિ થાય : વોટર વર્કશાખાની સતાવાર જાહેરાત

રાજકોટ, તા.૧૦: રાજકોટ શહેરમાં ઉનાળાનો કાળઝાળ આરંભ થયો છે ત્યારે ગત મહિને બે વાર પાણીકાપ ઝિંકાયા બાદ આવતીકાલે તા.૧૧ના રોજ વોર્ડ નં.૭-પાર્ટ, ૧૩-પાર્ટ, ૧૪-પાર્ટ, ૧૭-પાર્ટ, ૧૮-પાર્ટમાં પમ્પીંગ સ્ટેશનમાં હેડર લાઈન બદલવા અને ટાંકાની સાફ સફાઈ તેમજ વાલ્વ મુકવા માટે શહેરની ૧૨૦ સોસાયટીમાં મનપાના વોટરવર્કસ શાખા દ્વારા પાણીકાપની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટના પુર્વ ઝોનનાં વિનોદનગર પમ્પીંગ સ્ટેશન પર હેડર લાઈન બદલવાની કામગીરી તથા સફાઈની કામગીરી સબબ તેમજ સેન્ટ્રલ ઝોનના ગુરુકુળ પમ્પીંગ સ્ટેશન પર ઋજછ સફાઈની તથા ભાદરમાં વાલ્વ મુકવાની કામગીરી માટે પાણી વિતરણ બંધ રાખવાની ફરજ પડી હોવાનું મહાપાલિકાએ સતાવાર જણાવ્યું છે.
કયા કયા વિસ્તારમાં અસર - આવતીકાલે
વોર્ડ નં. ૧૮: પાર્ટના વિનોદનગર હેડવર્કસ વિસ્તારની રાધાકળષ્ણાનગર, રાધાનગર, રેઈનબો સોસાયટી, જવાહરનગર, શિવપાર્ક, શ્રદ્ધાપાક સહિતની ૨૯ સોસાયટી તેમજ વોર્ડ નં. ૧૭: પાર્ટના બાબરીયા કોલોની,અયોઘ્યા સોસાયટી, સુભાષ નગર અઇઈ,આશાપુરા નગર, કોઠારિયા રોડ,જમના નગર,હકરીઘવા રોડ,કિરણ સોસાયટી, સુભાષ નગર ૬,નહેરુનગર,જૂનું સુભાષ નગર, રાજલક્ષ્મી સોસાયટી, કામનાથ સોસાયટી, વિશ્રાન્તિ નગર,વિક્રાંતિ નગર,હુડકો-અ અને ઇ,મોરારીનગરમાં પાણી વિતરણ બંધ રહેશે.
આ ઉપરાંત વોર્ડ નં. ૧૩: પાર્ટના ગુરુકુળ હેડવર્કસ વિસ્તારના નવલનગર, કળષ્ણનગર, ત્રિવેણીનગર, ભોલેનાથ સોસાયટી, ગુરુપ્રસાદ સોસાયટી, કૈલાસનગર, પંચશીલ સોસાયટી, હરિદ્વાર સોસાયટી, સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયા, ગુણવતીનગર, જે.કી.પાઠક પાર્ક, શિવનગર, રામનગર, લોધેશ્વર સોસાયટી, માલવિયા નગર, અંબાજી કડવા પ્લોટ, સ્વાશ્રય સોસાયટી, વેધવાડી, જૂની પપૈયાવાડી, નવી પાપૈયા વાડી, ટપુભવાન પ્લોટ વિસ્તાર વોર્ડ નં.૭: પાર્ટના ભક્તિનગર પ્લોટ, વિજય પ્લોટ, ગોંડલ રોડ, ઢેબર રોડ, લોહાનગર, ઉદ્યોગ નગર તથા વિગેરેનો સમાવેશ થાય છે.
વોર્ડ નં. ૧૪: પાર્ટના વાણીયાવાડી, ગાયત્રીનગર, ગોપાલનગર, ગીતાનગર, ભક્તિનગર, ઢોલરીયાનગર, શ્રમજીવી સોસાયટી, કોઠારીયા કોલોની (પાર્ટ), માસ્ટર સોસાયટી (પાર્ટ), મીલપરા પાર્ટ), મયુર પાર્ક, પુજારા પ્લોટ (પાર્ટ), આનંદનગર (પાર્ટ), મધુરમ પાર્ક, ગુલાબ નગર, અમળત પાર્ક અને વોર્ડ નં. ૧૭: પાર્ટના નારાયણ નગર ભાગ-૧,૨, નારાયણ નગર મફતિયું, ઢેબર કોલોની ભાગ-૧,૨,૩, હસનવાડી ભાગ-૧,૨, વાલકેશ્વર સોસાયટી, શ્રીનગર, સાધના સોસાયટી, ઈન્દીરાનગર ૧,૨, મેઘાણીનગર, ન્યુ મેઘાણીનગર, આશીર્વાદ સોસાયટી, ગુરુજન સોસાયટી, ગીતાંજલી સોસાયટી, અવંતિકા સોસાયટી, આનંદનગર ગાયત્રી બગીચા વાળો ભાગના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે.
(3:26 PM IST)










