<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th March 2026

વૃધ્‍ધને ડિજીટલ એરેસ્‍ટ કરી ૮૮ાા લાખ પડાવી લેવાના ગુનામાં મધ્‍યપ્રદેશનો રાહુલ પકડાયો

રાજકોટ કોર્ટના નિવૃત આસીસ્‍ટન્‍ટ ક્‍લાર્ક ભોગ બન્‍યા હતાઃ આ ગુનામાં કમ્‍બોડીયા ગેંગની સંડોવણી ખુલી હતી : સાયબર ક્રાઇમ એસીપી સી. એમ. પટેલ, પીઆઇ જે. એમ. કૈલા, એસ. ડી. ગીલવા અને ટીમની કાર્યવાહીઃ અગાઉ પાંચ આરોપી પકડાયા હતાં

 

રાજકોટ તા. ૧૧:  શહેરના સાધુ વાસવાણી રોડ પર રહેતા અને રાજકોટ સેસન્‍સ કોર્ટના નિવળત્ત આસિસ્‍ટન્‍ટ ક્‍લાર્ક દિનેશભાઈ જીવણભાઈ દેલવાડીયા (ઉ.વ. ૬૯)ને ડિજીટલ એરેસ્‍ટ કરી દિલ્‍હી ક્રાઇમ બ્રાંચના નો ડરાવી ધમકાવી સતત પીસ્‍તાલીસ દિવસ સુધી ડિજીટલ એરેસ્‍ટ રાખી રૂા. ૮૮,૫૫,૦૦૦ પડાવી લેવાયા હતાં. આ ગુનામાં શહેર સાયબર ક્રાઇમ પોલીસે અગાઉ પાંચ આરોપીઓને પકડી લીધા બાદ હવે મધ્‍યપ્રદેશથી છઠ્ઠા આરોપીને પકડી લીધો છે. આ કેસમાં કમ્‍બોડીયા ગેંગની સંડોવણી ખુલી હતી.

જાણવા મળ્‍યા મુજબ આઠમી જુલાઈ ૨૦૨૫ના રોજ દિનેશભાઈ પર એક અજાણ્‍યા નંબર પરથી વ્‍હોટ્‍સએપ કોલ આવ્‍યો હતો. ફોન કરનારે ટેલિફોન ડિપાર્ટમેન્‍ટના અધિકારી તરીકેની ઓળખ આપી જણાવ્‍યું હતું કે દિલ્‍હી ક્રાઈમ બ્રાન્‍ચમાંથી સુનીલકુમાર ગૌતમ તમને ફોન કરશે. ત્‍યારબાદ ટૂંક સમયમાં જ ઠગબાજોએ દિલ્‍હી ક્રાઈમ બ્રાન્‍ચના નામે ફોન કરી દિનેશભાઈને ડરાવ્‍યા હતા કે આઇસીઆઇસીઅ ાઇ બેંકના મેનેજર સંદીપ કુમારે મની લોન્‍ડરિંગ અને ડ્રગ્‍સનો મોટો ફ્રોડ કર્યો છે અને તેમાં તમારો ૧૦ ટકા હિસ્‍સો હોવાનું સુપ્રીમ કોર્ટમાં કબૂલ્‍યું છે. આરોપીઓએ પોલીસ સ્‍ટેશનના અને આરોપીઓના ફોટા મોકલી દંપતીને એટલા હદે ડરાવી દીધા હતા કે તેઓએ ઘરની બહાર નીકળવાનું કે કોઈને વાત કરવાનું પણ બંધ કરી દીધું હતું. સતત પિસ્‍તાલીસ દિવસ તેમને ડિજીટલ એરેસ્‍ટ રાખી નાણા પડાવ્‍યા હતાં.

સાયબર ક્રાઇમ પોલીસે આ કેસમાં મધ્‍યપ્રદેશના ધાર જિલ્લાના બદનાવર ગામના રાહુલ શ્રીકળષ્‍ણ પાટીદાર (ઉ.વ.૨૭)ને ઝડપી લીધો છે. આ સાથે કુલ આરોપીનો આંકડો છ થયો છે. આ ગુનામાં કમ્‍બોડીયા ગેંગની સંડોવણી પણ ખુલી છે. જો કે ત્‍યાં સુધી પહોંચવા માટે સાયબર ક્રાઇમ પોલીસની ટીમ હજુ મહેનત કરી રહી છે. આ આરોપી પકડાયો તેના ખાતામાં ફ્રોડની રકમ પૈકીના જમા થઇ હતી. પોલીસના જણાવ્‍યા મુજબ ધરપકડ કરાયેલ રાહુલ અને અગાઉ પકડાયેલ કેતન જોશીએ દેવાંશ જોશી નામના એકાઉન્‍ટર હોલ્‍ડરનું ખાતુ ભાડે રાખ્‍યું હતું. જેમાં સાયબર ફ્રોડના રૂા. ૮૮.૫૦ લાખમાંથી રૂા. ૮ લાખ જમા થયા હતા. આરોપી રાહુલની આ ભુમિકા ધ્‍યાને લઇ ધરપકડ કરાઇ છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય મંડલીક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી સી. એમ. પટેલની રાહબરીમાં પીઆઇ જે. એમ. કૈલા, એસ. ડી. ગીલવા,  પીએસઆઇ એસ. વી. ભાયાણી, એએસઆઇ જયદેવભાઇ બોસીયા, કૃપાલસિંહ ઝાલા, હેડકોન્‍સ. પ્રકાશભાઇ ખાંભરા, કોન્‍સ. હરેશભાઇ સાવલીયા, ધર્મેશભાઇ કથીરીયાએ આ કામગીરી કરી હતી.

(10:55 AM IST)