News of Wednesday, 11th March 2026
૧૧ દિકરીઓના સમુહલગ્નના લાભાર્થે અને સર્વે પિતૃઓના મોક્ષાર્થે રવિવારથી શ્રીમદ્ ભાગવત કથા
યુવા સેના ટ્રસ્ટ અને સહિયર મહિલા સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા

રાજકોટ : યુવા સેના ટ્રસ્ટ રાજકોટ તથા સહિયર મહિલા સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા આગામી તા.૧૫ માર્ચ થી તા.૨૧ માર્ચ સુધી ૧૧ દિકરીઓના સમૂહ લગ્નના લાભાર્થે અને પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું સંગીતમય શૈલીમાં આયોજન કરવામાં આવ્યું છે. વકતા ડો. કવિતાબેન ઠાકર જોષીના વ્યસાસને શહેરના સુભાષનગર શેરી નં. ૪/૫ કોઠારીયા મેઇન રોડ, નંદા હોલની પાછળ, સુખનાથ મહાદેવ મંદિરના ચોકમાં યોજાશે. શ્રીમદ્ ભાગવાત સપ્તાહમાં કથા શ્રવણનો સમય સાંજે ૩થી ૬:૩૦ રાખેલ છે.
તા.૧૫ રવિવારે બપોરે ૩ કલાકે પોથીયાત્રા, ‘‘બાંધવ'' સુભાષનગર, પટેલ ચોક બંધ શેરી, નંદા હોલ પાછળ, રસીલાબેન પાંભરને ત્યાંથી પોથીયાત્રા નીકળશે. તા. ૧૬, સોમવારે કપિલ જન્મ, તા.૧૭ના શ્રીરામ જન્મ, શ્રી વામન જન્મ, તા.૧૮ના શ્રી કૃષ્ણ જન્મ તથા કૃષ્ણ લીલા, તા.૧૯ શ્રીગોવર્ધન લીલા, શ્રી કૃષ્ણ લીલા તથા રામનવમી ઉત્સવ અને તા. ૨૦ના રૂક્ષ્મણી વિવાહ તા. ૨૧ના સુદામા ચરિત્રનો પ્રસંગ ઉજવાશે.
કથાના મુખ્ય પોથીના યજમાન બનવા તેમજ પોથી પાટલા મૂકવા માટે મો.૯૯૧૩૩ ૧૦૧૦૦/ મો. ૯૮૨૫૦ ૨૪૩૩૧ ઉપર સંપર્ક કરવા યાદીના અંતમાં જણાવાયું છે. (તસ્વીર : અભિજીત બગથરિયા)
(3:21 PM IST)










