<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th March 2026

પાયલ બહાર ગઇ ને બીજી યુવતિ નિર્વષા થઇઃ બોટાદના નિવૃત શિક્ષકને હનીટ્રેપમાં ફસાવી ૧૨ લાખ પડાવ્‍યા

સ્‍કૂલના કાર્યક્રમમાં ભેગી થયેલી ગાંધીનગરની પાયલે નિવૃત શિક્ષકને જમીનના ધંધામાં રોકાણ કરવા લલચાવ્‍યાઃ જમીનના સોદાની વાત કરવા બોલાવી રાજકોટ બસ સ્‍ટેશન પાછળની હોટેલના રૂમમાં ખેલ પાડયોઃ હું પાર્ટીને બોલાવીને આવું કહીને : ૮૦ લાખની માંગણી કરી રકઝકને અંતે બાર લાખમાં સમાધાન કર્યુઃ એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધી ટોળકીને ઝડપી લેવા તજવીજ કરી : એક યુવતિએ છરી બતાવી પરાણે શરીર સંબંધ બંધાવ્‍યો અને બીજીએ ફોટા પાડી લીધાઃ પછી કહ્યું-હવે તમારા પર બળાત્‍કારનો કેસ કરવો છેઃ વૃધ્‍ધે પાયલને ફોન કરીને બોલાવતાં તે અજાણ હોવાનો ઢોગ કરી : રૂમમાં રહેલી યુવતિએ જો મારી સાથે સંબંધ નહિ બાંધો તો પોક્‍સોમાં ફસાવી દઇશ, તમારા ફોટા આવી ગયા છે કહી ધમકાવી રૂપિયા માંગ્‍યાઃ ૮૦ લાખ માંગ્‍યા બાદ ૧૨ લાખ પડાવી લીધાઃ વૃધ્‍ધે મિત્રોને આપવીતી જણાવ્‍યા બાદ પોલીસને જાણ કરી

રાજકોટ તા. ૧૨: શહેરમાં હનીટ્રેપની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં બોટાદના એક નિવળત્ત શિક્ષકને એક સ્‍કૂલના કાર્યક્રમ દરમિયાન મળેલા એક શખ્‍સે ગાંધીનગરની એક યુવતિનો પરિચય કરાવી તે જમીન મકાન લે વેંચનું કામ કરે છે તેમ કહી શિક્ષકને તે નિવૃત થાય ત્‍યારે તેની જમીન વેંચી જે રૂપિયા આવે તેમાંથી બીજી જમીન ખરીદી રોકાણ કરવાની વાત કરી બાદમાં તેમને જમીનના સોદાની વાત કરવાના નામે રાજકોટ બોલાવી હોટલના રૂમમાં લઇ જઇ અશ્‍લીલ ફોટા પાડી બળાત્‍કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી આ ટોળકીએ રૂ. ૧૨ લાખ પડાવી લેતાં ચકચાર જાગી છે.

આ બનાવ અગે એ-ડિવીઝન પોલીસે બોટાદમાં ભાંભણ રોડ પર હીફલી શેરી નં. ૯માં રહેતાં બટુકભાઇ માનસંગભાઇ પટેલ (ઉ.વ.૫૯)ની ફરિયાદ પરથી ગાંધીનગરની પાયલ ભાવીનભાઇ પટેલ અને બે અજાણ્‍યા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. બટુકભાઇ ગઢડાના હામાપર ગામે શિક્ષક તરીકે ફરજ બજાવી ગત ઓક્‍ટોબર ૨૦૨૫માં નિવળત્ત થયા હતા. નિવળત્તિ બાદ મળેલી રકમનું રોકાણ કરવા તેઓ જમીન શોધતા હતા. આ દરમિયાન તેમનો પરિચય એક સ્‍કૂલના કાર્યક્રમમાં  કાર્યક્રમના આયોજન કમલેશભાઇ મારતફ ગાંધીનગરની પાયલબેન ભાવીનભાઈ પટેલ સાથે થયો હતો. પાયલે પોતેને જમીન-મકાનનો વ્‍યવસાય કરતી હોવાનું જણાવી બટુકભાઇનો વિશ્વાસ જીત્‍યો હતો. પાયલે અગાઉથી જ પ્‍લાન ઘડી રાખ્‍યો હતો કે જ્‍યારે શિક્ષક નિવળત્ત થાય અને તેમની પાસે મોટી રકમ આવે ત્‍યારે તેમને જાળમાં ફસાવવા.

બાદમાં ગત ૭ ફેબ્રુઆરીના રોજ પાયલે બટુકભાઇને ફોન કરી રાજકોટમાં સારી જમીન જોવા જવાનું કહી અમદાવાદ બોલાવ્‍યા હતા. બટુકભાઇ પોતાની સ્‍વિફ્‌ટ ડિઝાયર કાર જીજે૦૪સીએ-૧૪૦૬ લઈને ઉજાલા સર્કલ પહોંચ્‍યા હતા. ત્‍યાં પાયલ ટેક્‍સીમાં આવી હતી અને બાદમાં બટુકભાઇની કાર પોતે ચલાવી રાજકોટ તરફ રવાના થઈ હતી. રસ્‍તામાં ચોટીલા પાસે જમ્‍યા બાદ રાજકોટમાં પ્રવેશતા જ પાયલે અન્‍ય એક અજાણી મહિલાને રેલ્‍વે સ્‍ટેશનથી કારમાં બેસાડી હતી.

આ ટોળકી બટુકભાઇને રાજકોટ બસ સ્‍ટેન્‍ડ પાછળ આવેલી હોટલમાં લઈ ગઈ હતી. ત્‍યાં રૂમ નંબર ૩૦૭માં રોકાણ કર્યું હતું. પાયલ થોડીવારમાં પાર્ટીને બોલાવવા જાઉં છું તેમ કહી બહાર નીકળી ગઈ હતી. દરમિયાન રૂમમાં હાજર અન્‍ય મહિલાએ અચાનક પોતાના કપડાં ઉતારી નાખ્‍યા હતા અને બીજી એક મહિલાએ રૂમમાં ધસી આવી બટુકભાઇને બળજબરીથી અશ્‍લીલ કળત્‍ય કરવા મજબૂર કર્યા હતા. આ મહિલાઓએ મોબાઈલમાં ફોટા પાડી લીધા હતા અને બટુકભાઇને માર મારી ધમકી આપી હતી કે, જો તું રૂપિયા નહીં આપે તો તારા પર પોક્‍સો અને બળાત્‍કારનો કેસ કરી દઈશું.

આથી ગભરાયેલા બટુકભાઇએ પાયલને મદદ માટે ફોન કર્યો, પરંતુ પાયલ પોતે આ ષડયંત્રનો ભાગ હતી. તે રૂમમાં આવી અને પોલીસથી બચવાના બહાને બટુકભાઇને કારમાં બેસાડી રાજકોટની બહાર અજાણી જગ્‍યાએ લઈ ગઈ હતી. ત્‍યાં અન્‍ય બે મહિલાઓએ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ૮૦ લાખ રૂપિયાની માંગણી કરી હતી. અંતે લાંબી રકઝક બાદ ૧૨ લાખ રૂપિયામાં સમાધાન થયું હતું. આ પછ બટુકભાઇએ ગત ૯ ફેબ્રુઆરીના રોજ પોતાના બેંક ખાતામાંથી પાયલના આઇસીઆઇસીઆઇ બેંકના ખાતામાં રૂ. ૧૨,૦૦,૦૦૦ આરટીજીએસ દ્વારા ટ્રાન્‍સફર કર્યા હતા.

રૂપિયા પડાવ્‍યા પછી પણ પાયલની લાલચ અટકી ન હતી. તે વારંવાર ફોન કરી વધુ નાણાંની માંગણી કરતી હતી અને સમાજમાં બદનામ કરવાની ધમકી આપતી હતી. માનસિક રીતે ભાંગી પડેલા બટુકભાઇએ આખરે પોતાના મિત્રો ધનસુખભાઇ, દિનેશભાઇ અને મનુભાઇને આપવીતી જણાવી હતી. મિત્રોએ હિંમત આપતા તેઓ રાજકોટ પહોંચ્‍યા હતા.એ-ડિવિઝન પોલીસે પાયલ પટેલ અને અન્‍ય બે અજાણી મહિલાઓ વિરૂધ્‍ધ ગુનો નોંધી, બેંક ટ્રાન્‍ઝેક્‍શન અને હોટલના સીસીટીવી ફુટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે પીઆઇ બી. વી. બોરીસાગરની રાહબરીમાં પીએસઆઇ આર.એમ. બરાડીયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

 

(2:14 PM IST)