<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th March 2026

અમદાવાદના ૩૧ વર્ષના અંકિતનો રાજકોટમાં હોસ્‍પિટલના છઠ્ઠા માળેથી કૂદી જઇ આપઘાત

સારવાર માટે લાવવામાં આવ્‍યો ત્‍યારે પગલુ ભરી લેતાં પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૨: અમદાવાદના યુવાને રાજકોટમાં મવડી હેડક્‍વાટર્સ સામે આવેલી ખાનગી હોસ્‍પિટલના છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત કરી લેતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

જાણવા મળ્‍યા મુજબ અમદાવાદ સોલામાં સાયન્‍સ સીટી પાસે આસ્‍થા રેસીડેન્‍સીમાં રહેતાં અંકિત વિરમભાઇ પપાણીયા (ઉ.વ.૩૧) નામના યુવાને સાંજે રાજકોટમાં મવડી પોલીસ હેડ ક્‍વાર્ટર પાસે આવેલી હોસ્‍પિટલના છઠ્ઠા માળેથી કૂદકો મારી લેતાં ઘટના સ્‍થળે જ કમકમાટી ભર્યુ મોત થયું હતું. બનાવની જાણ થતાં તાલુકા પોલીસ સ્‍ટેશનના હેડકોન્‍સ. કીશનભાઇ અજાગીયા અને રાઇટર અલ્‍પેશભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનાર અંકિતભાઇને માનસિક બિમારી જેવું હોઇ તેની દવા સારવાર માટે ખાનગી હોસ્‍પિટલમાં લાવવામાં આવ્‍યો ત્‍યારે બનાવ બન્‍યો હતો. અંકિત એક બહેનથી નાનો હતો. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. 

(3:54 PM IST)