<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th March 2026

નવતર પહેલોથી રાજકોટ ડિવિઝને મેળવ્‍યા રૂા.૪.૦૧ કરોડ; પશ્ચિમી રેલ્‍વે સતત બીજા વર્ષે ભારતીય રેલ્‍વેમાં પ્રથમ સ્‍થાને

ગેર-ભાડા આવક (NFR)માં રાજકોટ ડિવિઝનનો દબદબોઃ વરિષ્ઠ ડિવિઝનલ વાણિજ્‍ય પ્રબંધક સહિત ચાર રેલવે અધિકારી-કર્મચારીઓ સન્‍માનિત

રાજકોટ, તા. ૧ર : પヘમિ રેલવે દ્વારા ગેર-ભાડા આવક (Non-Fare Revenue – NFR) ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરતાં સતત બીજા વર્ષે સમગ્ર ભારતીય રેલવેમાં પ્રથમ સ્‍થાન પ્રાપ્ત કર્યું છે. આ ગૌરવપૂર્ણ સફળતા માટે મહત્‍વપૂર્ણ યોગદાન આપનાર પヘમિ રેલવેના વિવિધ ડિવિઝનના અધિકારીઓ અને કર્મચારીઓને ચર્ચગેટ સ્‍થિત મુખ્‍યાલય ખાતે આયોજિત વિશેષ સમારંભમાં પ્રિન્‍સિપલ ચીફ કોમર્શિયલ મેનેજર (PCCM) શ્રી તરુણ જૈન દ્વારા સન્‍માનિત કરવામાં આવ્‍યા.

આ સિદ્ધિના સંદર્ભમાં રાજકોટ ડિવિઝનના વરિષ્ઠ ડિવિઝનલ વાણિજ્‍ય પ્રબંધક (Sr. DCM)  સુનીલ કુમાર મીના ના કુશળ નેતળત્‍વ તેમજ વાણિજ્‍ય વિભાગની ટીમ દ્વારા કરવામાં આવેલા ઉત્તમ કાર્યની પ્રશંસા કરવામાં આવી. આ અવસર પર રાજકોટ ડિવિઝનના ચાર અધિકારીઓ અને કર્મચારીઓને તેમના નોંધપાત્ર યોગદાન બદલ સન્‍માનિત કરવામાં આવ્‍યા. સમારંભ દરમિયાન મુખ્‍ય વાણિજ્‍ય પ્રબંધક (યાત્રી સેવાઓ) શ્રી સ્‍વપિ્નલ વાલિંગકર સહિત મુખ્‍યાલયના અન્‍ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્‍થિત રહ્યા.

 રાજકોટ ડિવિઝનની ઉપલબ્‍ધિઓ 

ઉલ્લેખનીય છે કે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન રાજકોટ ડિવિઝને વિવિધ નવતર પહેલોના માધ્‍યમથી રૂા.૪.૦૧ કરોડની ગેર-ભાડા આવક પ્રાપ્ત કરી. આ વર્ષે પ્રથમ વખત ડિવિઝન દ્વારા કળત્રિમ બુદ્ધિમત્તા (Artificial Intelligence – AI) આધારિત એકીકળત જાહેર જાહેરાત પ્રણાલી, એલઈડી ટીવી મારફતે જાહેરાતો સાથે ટ્રેન સંબંધિત માહિતીનું પ્રદર્શન, વેગન સફાઈ સેવા, ગેમ ઝોન, સ્‍ટેશન વિસ્‍તારની બહાર ર્પાકિંગ સુવિધા, ગુડ્‍સ શેડમાં કેન્‍ટીન, પૂજા સામગ્રી કિયોસ્‍ક તેમજ સ્‍ટેશન અને સકર્યુલેટિંગ વિસ્‍તારમાં ર્હોડિંગ્‍સ અને ફ્‌લેક્‍સ બોર્ડ માટે કરારો આપવામાં આવ્‍યા.

 સન્‍માનિત થયેલા રાજકોટ ડિવિઝનના રેલવે અધિકારી-કર્મચારીઓ

વાણિજ્‍ય વિભાગમાં ઉત્તમ કાર્ય માટે સન્‍માનિત થયેલા રાજકોટ ડિવિઝનના અધિકારી-કર્મચારીઓ નીચે મુજબ છેઃ

૧) શ્રી સુનીલ કુમાર મીના - વરિષ્ઠ ડિવિઝનલ વાણિજ્‍ય પ્રબંધક, રાજકોટ

૨) શ્રી હિતેશ જોશી - સહાયક વાણિજ્‍ય પ્રબંધક, રાજકોટ

૩) શ્રી ચંદ્રસિંહ ઝાલા - તત્‍કાલીન મુખ્‍ય વાણિજ્‍ય નિરીક્ષક, રાજકોટ (હાલ ACM - ટિકિટ ચેકિંગ, ચર્ચગેટ)

૪) શ્રી અમિત જોશી - રિઝર્વેશન સુપરવાઈઝર, રાજકોટ

રાજકોટ ડિવિઝનની આ સિદ્ધિએ માત્ર ડિવિઝનની પ્રતિષ્ઠાને વધુ મજબૂત બનાવી નથી, પરંતુ પヘમિ રેલવેને ભારતીય રેલવેમાં અગ્રણી સ્‍થાન પર જાળવી રાખવામાં પણ મહત્‍વપૂર્ણ યોગદાન આપ્‍યું છે

(3:38 PM IST)