<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th March 2026

સ્ટાર્ટ અપ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં MOU

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્ટાર્ટપ્રઅપ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ કાઉન્સિલ (SUSEC) અને હાઉસ ઓફ સ્ટાર્ટ્સ વચ્ચે સ્ટાર્ટઅપ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે ૧૦ માર્ચ ૨૦૨૬ના રોજ એક મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.આ MoU નો મુખ્ય હેતુ યુવાનો અને નવીન વિચાર ધરાવતા લોકોને સ્ટાર્ટઅપ શરૃ કરવા માટે પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવાનો છે. આ સહયોગ દ્વારા બંને સંસ્થાઓ મળીને સ્ટાર્ટઅપ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ યોજશે.આ MoU હેઠળ   કામગીરી કરવામાં આવશે જેમાં સ્ટાર્ટઅપ અને ઉદ્યમિતાને લગતા કાર્યક્રમો, ઇવેન્ટ્સ અને જાગૃતિ કાર્યક્રમોનું આયોજન, સ્ટાર્ટઅપ્સ માટે રોકાણ ની તકો વધારવા માટે માહિતીની આપલે,સ્ટાર્ટઅપ્સને મેન્ટરશિપ અને નેટર્વકિંગની તક આપવી,સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમના વિકાસ માટે જ્ઞાન અને અનુભવનું વહેંચાણ,યુવાનોમાં ઉદ્યોગ સ્થાપવાની ભાવના વધારવા માટે સંયુકત તાલીમ અને કાર્યક્રમો આ સહયોગ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સમગ્ર પ્રદેશના સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવામાં મદદ મળશે અને યુવાનોને ઉદ્યોગ શરૃ કરવા માટે વધુ તકો મળશે તેવી આશા વ્યકત કરવામાં આવી છે. પ્રસ્તુત તસ્વીરમાં કરતા કુલપતિ ડો. ઉત્પલ જોશી અને પ્રો. મહેશ જીવાણીનજરે પડે છે. 

(2:55 PM IST)