તા. ૧૨ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૩ રવિવાર
News of Friday, 13th March 2026
અનિરૂધ્ધ દવેનું સ્વાગત કરતો શહેર/ભાજપ યુવા મોરચો

રાજકોટ શહેર ભાજપ સંગઠનના પ્રભારી તરીકે પ્રદેશ ભાજપના મહામંત્રી અનિરૂધ્ધભાઈ દવેની વરણી થતાં અને તેઓ સૌપ્રથમ રાજકોટ શહેર કમલમ કાર્યાલય ખાતે આવી પહોંચતા શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવે, મહામંત્રી વલ્લભભાઇ દુધાત્રા, લલીતભાઇ વાડોલીયા, યોગેન્દ્રસિંહ જાડેજા અને પ્રદેશ યુવા મોરચા મહામંત્રી ડૉ. દેવાંગીબેન મૈયડના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર ભાજપ યુવા મોરચા પ્રમુખ મીલન લીંબાસીયાની આગેવાનીમાં બાઇક રેલી યોજી પ્રદેશ મહામંત્રી અન ેશહેર સંગઠનના પ્રભારી અનિરૂદ્ધભાઇ દવેનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું. આ તકે રાજકોટ શહેર યુવા મોરચાના મહામંત્રી સહિત તમામ શ્રેણીના યુવા મોરચાના કાર્યકર્તાઓ બાઇક રેલીમાં ઉપસ્થિત રહ્યા હોવાનું યુવા મોરચાની યાદીમાં જણાવાયું છે.
(11:54 AM IST)










