તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
જય ચામુંડા માતાજી... સવા લાખથી વધુ માઇભક્તો ચોટીલા ડુંગરની પરીક્રમા કરશે
પરિક્રમાનો કુલ ૫.૫ કિ.મી.નો રૂટ, જે ભાવિકો અંદાજે બે કલાકમાં પદયાત્રા પૂર્ણ કરશે : સનાતનીઓને પરિક્રમામાં જોડાવવા આહવાન : ધર્મ જાગરણ સમન્વય સોૈરાષ્ટ્રપ્રાંત દ્વારા ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે ૨૨મી એ આયોજન : ધર્મસભામાં સંતો- મહંતોની ઉપસ્થિતિ

રાજકોટ : ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા આગામી ૨૨ માર્ચ ૨૦૨૦ રવિવારના રોજ સવારે ૮.૩૦ વાગ્યાથી ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન છે. છેલ્લા પાંચ વર્ષથી ચૈત્રી નવરાત્રી પ્રથમ રવિવારે ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા યોજાતી પરિક્રમામાં ગત વર્ષે સવા લાખથી વધુ માય ભક્તોએ એક જ દિવસમાં આ પરિક્રમા કરી ધન્યભાગી થયેલા.
આ વર્ષે ૨૨ માર્ચ રવિવારે પરિક્રમા પૂર્વે માતાજીના ડુંગર તળેટીમાં આવેલ નવ ગ્રહ આયોજન મંદિર ખાતે ધર્મસભા સવારે ૮.૩૦ કલાકે યોજાશે. ધર્મ સભામાં જગતગુરુ શ્રી શ્રી ૧૦૦૮ ગર્ગાચાર્ય મહારાજજી પીઠાધેસ્વર શ્રી મહેન્દ્રાનંદગીરી મહારાજ સાથે માર્ગદર્શક સંતો પ. પૂ. આત્માનંદ સરસ્વતી-બોટાદ, પ. પૂ. શંભુનાથજી ટૂંડીયા -ઝાંઝરકા, ૫. પૂ. પ્રેમબાપુ સતરંગની જગ્યા, પ. પૂ. મનસુખ ગીરીબાપુ શ્રી ચામુંડા માતાજી મંદિર મહંત પરિવાર - ચોટીલા, પ. પૂ. વાલજી ભગત ઠાકર ની જગ્યા કાળાસર, પ. પૂ. ભરત બાપુ ખાચર લોમેવધામ ધજાળા, ૫. પૂ. કાશીગીરીબાપુ- બોરીયા નેસ જેવા પૂજનીય સંતો ના સાનિધ્યમાં રહેશે. પૂજનીય સંતો ના દ્વારા પરિક્રમા ની શરૂઆત કરાવવામાં આવશે. પરિક્રમા બાદ સનાતની ઓ માટે મહાપ્રસાદનું પણ આયોજન રાખેલ છે.
શ્રી હરેશબાપુ શ્રવણ ગુરુ શ્રી ધીરુભાઈ શ્રવણ શ્રી રામકળપા અન્નક્ષેત્ર મુ.દુદાપુર તા. ધ્રાંગધ્રા જી. સુરેન્દ્રનગર ના સહયોગથી ભક્તોને મહાપ્રસાદ પીરસવામાં આવશે, આ પરિક્રમા નો કુલ સાડા પાંચ કિલોમીટર નો રૂટ છે જે અંદાજે બે કલાક જેટલા સમયમાં પગપાળાથી કરી શકાશે, સમગ્ર સૌરાષ્ટ્રની જનતાને આ પરિક્રમાનો લાભ લેવા માટે પરિક્રમા સંયોજક ૫. પૂ. મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી રામબાલકદાસ બાપુ - શ્રી વડવાળા દેવ દુધઈ, સહસંયોજક, શ્રી ધવલગીરીબાપુ-શ્રી રામેશ્વર આશ્રમ ચોટીલા, વિનયભાઈ ચાવડા, શ્રી જસ્મીનભાઈ હિંશુ, સૌરાષ્ટ્ર પ્રાંત ધર્મજાગરણ સંયોજક શ્રી અશોકસિંહ જાડેજા, શ્રી દીપકભાઈ જાની, શ્રી સામતભાઈ રંગપરા સંદીપભાઈ શાહ, દિનેશભાઈ જોશી તથા રાજકોટ મહાનગર ધર્મ જાગરણ સમિતિ વતી રમેશભાઈ શિંગાળા, અરવિંદભાઈ સોજીત્રા, મહેશભાઈ મિયાત્રા, આશિષભાઈ જાવિયા, વિનોદભાઈ ચોટલીયા, બટેસ્વરનાથ મિશ્રા તથા ચોટીલા ડુંગર પરિક્રમા સમિતિ દ્વારા સર્વે સનાતનીઓને પરિક્રમામાં જોડાવા આહવાન કરવામાં આવેલ છે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે સર્વશ્રી રમેશભાઇ શિંગાળા (મો.૯૮૭૯૮ ૭૩૧૫૫), અરવિંદભાઇ સોજીત્રા, મહેશભાઇ મિયાત્રા, આશિષભાઇ જાવિયા(મો.૯૪૨૮૨ ૭૬૦૫૧), વિનોદભાઇ ચોટલીયા, બટેસ્વરનાથ મિશ્રા નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)










