News of Friday, 13th March 2026
અનિરૂધ્ધ દવે સાથે શહેર ભાજપ હોદેદારોની મીટીંગ

ગુજરાત પ્રદેશ ભાજપની સંગઠનની નિમણુંકો બાદ રાજયના તમામ જીલ્લાઓમાં પ્રભારીની નિમણુંક કરવામાં આવેલ હતી, ત્યારે રાજકોટ શહેર સંગઠનના પ્રભારી તરીકે પ્રદેશ ભાજપના મહામંત્રી અનિરૂધ્ધભાઈ દવેની વરણી થયા બાદ તેઓ સૌપ્રથમ રાજકોટ શહેર કમલમ કાર્યાલય ખાતે વોર્ડ પ્રભારી, વોર્ડ પ્રમુખ અને વોર્ડ મહામંત્રીઓ સાથે પરીચય બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં આગામી સમયમાં યોજનાર સ્થાનિક સ્વરાજયની ચુંટણીલક્ષી કામગીરી બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેમ ભાજપની એક યાદી જણાવે છે.
(2:22 PM IST)










