તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Friday, 13th March 2026
ચાલો સાથે મળી મહાપાલિકાના ભ્રષ્ટાચારને હટાવી, પારદર્શક શાસનની ધુરા બનાવીએ
કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાનો જનતાને ખુલ્લો પત્ર

રાજકોટ, તા. ૧૩ : શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ રાજકોટની જનતાને ખુલ્લો પત્ર લખી જણાવ્યું છે કે રાજકોટ મહાનગરપાલિકા શહેરના વિકાસ અને જનસેવા માટે કાર્ય કરવી જોઈએ, પરંતુ હાલની પરિસ્થિતિ જોઈને એવું લાગતું નથી. શહેરમાં અનેક પ્રશ્નો ઉભા થયા છે અને મહાનગરપાલિકામાં કુશાસન અને ભ્રષ્ટાચારના આક્ષેપો સતત સામે આવી રહ્યા છે.
તાજેતરમાં મેયરના બાંધકામને લઈને પણ ગેરકાયદેસર બાંધકામના મુદ્દા જાહેર થયા છે, જેના કારણે શહેરમાં અનેક પ્રશ્નો ઉભા થયા છે. જ્યારે શહેરના પ્રથમ નાગરિક પર જ આવા આક્ષેપો થાય ત્યારે સ્વાભાવિક છે કે લોકોમાં શંકા અને અવિશ્વાસ ઉભો થાય. આ સમગ્ર પરિસ્થિતિ બતાવે છે કે રાજકોટ મહાનગરપાલિકામાં વ્યવસ્થા અને પારદર્શિતાનો ગંભીર અભાવ છે.
આ ઉપરાંત એક કોન્ટ્રાકટર પાસેથી ભારતીય જનતા પાર્ટીના એક કોર્પોરેટર દ્વારા રૂ. ૧,૨૫,૦૦૦ની માંગણી કરવામાં આવી હોવાનો મુદ્દો પણ સામે આવ્યો છે અને કોન્ટ્રાક્ટરને માનસિક રીતે હેરાન કરવાનો પ્રયાસ થયો હોવાની ચર્ચાઓ છે. આવા બનાવો દર્શાવે છે કે મહાનગરપાલિકાની અંદર કામકાજમાં કમિશન અને દબાણની સંસ્કળતિ ઉભી થઈ રહી છે.
રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે હું રાજકોટની જનતાને અપીલ કરું છું કે જો ભારતીય જનતા પાર્ટીના કોઈપણ કોર્પોરેટર અથવા પદાધિકારીએ ભ્રષ્ટાચાર માટે તમારી પાસે પૈસા માંગ્યા હોય, તો તમે નિડર બનીને આગળ આવો. તમે રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલયનો સંપર્ક કરી શકો છો અથવા સીધો મારો સંપર્ક (૯૮૨૪૩ ૦૦૦૦૭) કરી શકો છો.
રાજકોટની જાગળત જનતાને અપીલ છે કે આપણે બધા મળીને મહાનગરપાલિકામાં ચાલતા કુશાસન અને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવીએ અને શહેરને પારદર્શક અને જવાબદાર શાસન તરફ લઈ જઈએ. તેમ પત્રના અંતમાં રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે.
(3:02 PM IST)










