<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

આવતી કાલે રાત્રે મણિયાર હોલ ખાતે સંગીત સંધ્‍યાઃ એક શામ હેમંતદા એન્‍ડ મૂકેશજી કે નામ

સ્‍માઇલ પરિવારના ઉપક્રમે રાજકોટની સંગીતપ્રિય જનતા માટે વિનાૂમલ્‍યે કાર્યક્રમ સુનિલ શાહ અને અશ્‍વીની મહેતા સદાબહાર ગીતો રજૂ કરી મન મોહી લેશે

રાજકોટ તા.૧૩: સ્‍માઇલ પરિવારના પ્રીતિ શાહ દ્વારા રાજકોટની સંગીતપ્રેમી જનતા માટે અવારનાવાર ગીત-સંગીતના મનમોહક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આ વખતે તા.૧૪ના શનિવારના રોજ મણીયાર હોલ ખાતે રાત્રે ૯ કલાકે સંગીત સંધ્‍યાનો એક યાદગાર કાર્યક્રમ યોજવામાં આવેલ છે. આ સંગીત સંધ્‍યા ‘‘એક શામ હેમંતદા અને મૂકેશજી કે નામ શિર્ષક હેઠળ યોજવામાં આવેલ છે. જેમાં રાજકોટનાં જ કલાકાર સુનિલ શાહ અને અશ્‍વીની મહેતા હેમંતદા અને મૂકેશજીના કંઠે ગવાયેલા સોલો ને કયુએટ સુમધુર ગીતો રજૂ કરશે. સ્‍વ. હેમંતકુમાર અને સ્‍વ. મૂકેશજીના ચાહકો માટે આ સંગીત સંધ્‍યા ચૂકવા જેવી નથી જેની જોરશોરથી તૈયારી ચાલી રહી છે.

આ સંગીત સંધ્‍યાનું એન્‍કરીંગ દિપક જોષી અને મ્‍યુઝીક એરેન્‍જર બીપીન મકવાણા એન્‍ડ ટીમ સંભાળશે. આ કાર્યક્રમ માણવા માટે આમંત્રણ કાર્ડ મો. ૯૯૭૪૩ ૭૨૭૨૭ પરથી મળી શકશે તેમ એક યાદીમાં જણાવાયું છે.

(3:04 PM IST)