<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

સતત ત્રીજા દિવસે પુવરઠા-મામલતદારોના દરોડા ઘરેલૂ સિલિન્‍ડરનો કોમર્શીયલ ઉપયોગઃ ૪ બાટલા સીઝ

હોટલો-રેસ્‍ટોરન્‍ટ-ટી-સ્‍ટોલ-ફરસાણ-નાસ્‍તાહાઉસ-ફાસ્‍ટફુડ ઉપર તંત્ર દ્વારા ધોંસ

રાજકોટ, તા. ૧૩: આજ  સતત ત્રીજા દિવસે જિલ્લા પુરવઠા અધિકારીના માર્ગદર્શન હેઠળ મામલતદાર, શહેર (પヘમિ) અને પુરવઠા નિરીક્ષકની ટીમ દ્વારા દરોડા પાડયા હતા. જે.કે. ચોક અને યુનિર્વસિટી રોડ ખાતે આવેલ જુદી જુદી હોટલો, રેસ્‍ટોરન્‍ટ, ટી-સ્‍ટોલ, ફરસાણ સ્‍ટોર, નાસ્‍તા હાઉસ તથા ફાસ્‍ટ ફુડ સ્‍ટોર પર ઘરેલુ સિલિન્‍ડરના વપરાશ બાબતે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્‍યું હતું. જેમાં જે.કે. ચોક ખાતે આવેલ કૈલાશ ફરસાણના સ્‍ટોરમાં ઘરેલુ સિલિન્‍ડરનો કોમર્શિયલ હેતુ માટે ઉપયોગ થતો હોય ૩ (ત્રણ) ઇન્‍ડેન કંપનીના ગેસ સિલિન્‍ડર સીઝ કરી જપ્ત કરવામાં આવેલ છે તથા નકલંક હોટલ સામે, જે.કે. ચોક ખાતે આવેલ શ્રીહરી ફાસ્‍ટ ફુડ સ્‍ટોરમાં ઘરેલુ સિલિન્‍ડરનો કોમર્શિયલ હેતુ માટે ઉપયોગ થતો હોય ૧ (એક) ઇન્‍ડેન કંપનીનો ગેસ સિલિન્‍ડર સીઝ કરી જપ્ત કરવામાં આવેલ છે. આમ, કુલ-૪ (ચાર) ઘરગથ્‍થુ સિલીન્‍ડર જપ્ત કરી ગેસ એજન્‍સી ખાતે જમા કરાવવામાં આવેલ છે. તમામ હોટલ તથા ફાસ્‍ટ ફુડ સ્‍ટોર માલિકોને વધુ એક વખત ચેતવણી અપાઇ છે.

(3:22 PM IST)