<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

રાજકીય પક્ષોમાં ઉમેદવાર પસંદગીની કવાયત : મુરતીયાઓમાં થનગનાટ

રાજકોટ, તા.૧૩ : મનપાની વર્તમાન બોડીની ટર્મ ૧૧ માર્ચના રોજ પૂર્ણ થઈ છે.

વહીવટદાર તરીકે શહેરના પૂર્વ કલેકટર રેમ્‍યા મોહનનું શાસન લાગુ થઈ ચૂક્‍યું છે. તેવામાં આગામી ચૂંટણી લડવા ઈચ્‍છુક આગેવાનો-નેતાઓએ ભારે લોબીંગ શરૂ કરી દીધું છે.

રાજકીય પક્ષોમાં ચૂંટણી લડવા કાર્યકરોનો થનગનાટ દેખાવા લાગ્‍યો છે. ત્‍યારે પાર્ટી કોને ટીકીટ આપે છે અને કોને નહીં તે પણ ચર્ચાય રહ્યું છે. ધોમધખતા તાપમાં મતદાન થશે એ નિヘતિ છે.

જેથી રાજકીય પક્ષો ગરમીમાં મતદારોને મતદાન મથક સુધી લઈ જવા માટે પણ યોજના ઘડી રહ્યા છે.

ભાજપની હાલમાં થયેલ રાષ્ટ્રીયથી લઈને જીલ્‍લા-મહાનગરોની સંગઠન રચના દ્વારા પાર્ટી નો રીપીટ અને ૬૦ વર્ષથી વધુનાને ટીકીટ ન આપવા સંદેશ આપી ચૂકી છે.

જયારે અમુક જગ્‍યાએ જો અન્‍ય સક્ષમ ઉમેદવાર ન મળે તો તેમાં ફેરફાર થવાની શકયતા રહેલી છે. જો કે તેની સંભાવના હાલ સપાટી ઉપર દેખાતી નથી.

જ્‍યારે કોંગ્રેસમાં પણ મુરતીયાઓ તૈયારી કરવા લાગ્‍યા છે. શહેરમાં કોંગ્રેસ દ્વારા ચૂંટણી લડવા ઈચ્‍છુક ઉમેદવારો માટે પરિચયનો રાંઉન્‍ડ પણ શરૂ કરી દેવામાં આવ્‍યો છે.

તેમાં ઈન્‍દ્રનીલભાઈ રાજ્‍યગુરુનો ક્ષેત્ર સંન્‍યાસ કોંગ્રેસ માટે પડકાર બને તો નવાઈ નહી. ઉપરાંત લોકો - યુવાનોને મ્‍ય્‍ કોડ દ્વારા પાર્ટીમાં જોડવા માટે કોંગ્રેસે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જોકે તેની સફળતા ચૂંટણી સમયે જોવા મળશે.

આમ આદમી પાર્ટી દવારા પણ સંગઠનને જુસ્‍સાથી ભરવાની સાથે ઉમેદવારોની પસંદગી માટે કવાયત ચાલી રહી છે.

તેમાં પણ ગત ચૂંટણીના પરિણામોથી આપમાં વધુ તરવરાટ જોવા માળી રહયો છે. ૨૦૨૧ માં સરેરાશ આપ બીજા ક્રમે રહયું હતું. 

નો રીપીટ- ૬૦ વર્ષ મર્યાદા : ભાજપનો સંગઠન રચનાથી સ્‍પષ્ટ સંદેશ

ગત ચૂંટણીના પરિણામોથી આમ આદમી પાર્ટીના ઉત્‍સાહમાં વધારો : પસંદગી પ્રક્રિયા માટે ધમધમાટ

કોંગ્રેસ ધ્‍યારા ચૂંટણી લડવા ઈચ્‍છુકોનો પરિચય રાઉન્‍ડ શરૂ કરી નગારે ઘા

 

(3:24 PM IST)