News of Saturday, 14th March 2026
એકટીવીટી મ્યુઝીકલ ગ્રુપ દ્વારા આવતીકાલે મણીયાર હોલમાં સદાબહાર ગીતોનો કાર્યક્રમ

રાજકોટ તા. ૧૪ : એકટીવીટી મ્યુઝિકલ ગ્રુપ દ્વારા કાલે તા.૧૫ના રવિવારે સદાબહાર ગીતોનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા એકટીવીટી ગ્રુપના આગેવાનોએ જણાવેલ કે કાલે તા.૧૫ના રવિવારે રાત્રે ૮ થી ૧ સુધી અરવિંદભાઇ મણીયાર હોલ, જયુબેલી બાગ ખાતે ‘નૂરી નૂરી આજા રે ઓ દિલબર જાનીયા' શીર્ષક તળે સદાબહાર ગીતોનો કાર્યક્રમ યોજેલ છે.
જેમાં ગાયક કલાકાર આર્ટીસ્ટ એન્ડ સીંગર ચંદ્રેશ ફીચડીયા, દીપકભાઇ ત્રિવેદી, યોગેશભાઇ પંડયા, બીપીનભાઇ માંડલીયા, અનિલભાઇ માવદીયા, પ્રકાશભાઇ નથવાણી, પ્રમોદભાઇ બક્ષી, રાકેશભાઇ નરેન્દ્રભાઇ ખખ્ખર, નિલેશભાઇ મહેતા, સંજીવભાઇ વોરા, વિધી મહેતા, અમીબેન વોરા, નયનાબેન વ્યાસ, વૈશાલી ઠકકર, કામીની શેઠ, શાહિસ્તા લાકડાવાળા, નીશા ભટ્ટી, નિતાસેન રાઠોડ, પલ્લવી ગોહેલ, એન્કર રીનાબેન પરમાર, લતાબેન સોની, અતુલભાઇ કાલરીયા, ચેતનભાઇ પંડયા, પરેશભાઇ ખખ્ખર, લેપટોપ ઓપરેટર કમલેશભાઇ ભારદીયા વગેરે સદાબહાર ગીતો રજુ કરશે.
યુ-ટયુબ પર લાઇવ પ્રસારણ કરાશે. ભદ્રેશભાઇ પરમાર દ્વારા રંગીલા સાઉન્ડ સિસ્ટમ, શૈલેષભાઇ દ્વારા ગીતો રજુ કરાશે.
કાર્યક્રમનું દીપ પ્રાગટય ગ્રાહક સુરક્ષા પરીષદના વૈભવભાઇ ચોકસીના હસ્તે કરાશે. આ પ્રસંગે જીજ્ઞેશભાઇ વાગડીયા સોની યુવા સોશિયલ ટ્રસ્ટ, કિશોરભાઇ ફીચડીયા રાધે આર્ટ, જયેશભાઇ ઉપાધ્યાય બોલબાલા ટ્રસ્ટ, સુરેશભાઇ મારૂ આર.ટી.એ.એસ.એ., પૃથ્વીસિંહ જાડેજા ડીવાયએસપી, ઘનશ્યામ રાવલ સુર મંદિર, એચ. પી. પટેલ સ્વર સાધના ગ્રુપ, મનસુખભાઇ વાવેચા મુકેશ ફેન કલબ, જયપાલસિંહ જાડેજા સંગમ સ્ટુડીયો, રાધે મ્યુઝિક ગ્રુપ, પ્રફુલભાઇ સોનેજી યારાના મ્યુઝિકલ ગ્રુપ તથા કિશોરભાઇ ફીચડીયા, રાધે આર્ટ, હિમાંશુભાઇ પારેખ અંકિત ગોલ્ડ, રાજેન્દ્રભાઇ નરસિંહદાસ ફીચડીયા વેણુધર જવેલર્સ, મિલનભાઇ આડેસરા ક્રાઇમ રીપોર્ટર તથા કરાઓકે ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહેશે.
સંગીત પ્રેમીઓને નિઃશુલ્ક પ્રવેશ છે. સૌએ લાભ લેવા એકટીવીટી મ્યુઝીકલ ગ્રુપ દ્વારા અનુરોધ કરાયો છે. વધુ માહિતી માટે ચંદ્રેશભાઇ ફિચડીયા (મો.૯૯૨૪૦ ૭૬૯૧૭)નો સંપર્ક કરવા જણાવાયુ છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ચંદ્રેશભાઇ ફીચડીયા, અનિલભાઇ માવદીયા, ચેતનભાઇ પંડયા, નયનાબેન વ્યાસ, લતાબેન સોની, વૈશાલીબેન ઠકકર, હિરેનભાઇ ઠકકર નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:21 PM IST)










