News of Sunday, 15th March 2026
રાજકોટ મહાનગર ભાજપ આઈ.ટી. સેલના હોદ્દેદારોની નિમણૂક: સંગઠનને મજબૂત બનાવવા આઈ.ટી. ટીમના ૧૩ સભ્યોના નામોની મહત્વની જાહેરાત
ડો. માધવ દવે અને અનિરુદ્ધભાઈ દવે દ્વારા વિચારણાના અંતે રાજકોટ મહાનગર આઈ.ટી. સેલના સહ-ઇન્ચાર્જ અને કારોબારી સભ્યોની નિમણૂકને અપાઈ લીલી ઝંડી

રાજકોટ:: ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગર દ્વારા સંગઠનલક્ષી પ્રક્રિયાને વેગ આપતા આઈ.ટી. સેલના નવા હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. રાજકોટ મહાનગરના અધ્યક્ષ ડો. માધવ દવે, રાજકોટ મહાનગરના પ્રભારી અનિરુદ્ધભાઈ દવે તેમજ અન્ય હોદ્દેદારો સાથે લાંબી ચર્ચા-વિચારણાના અંતે આઈ.ટી. સેલના હોદ્દેદારોના નામો નક્કી કરવામાં આવ્યા છે. આ નિમણૂકો તત્કાલિક અસરથી અમલમાં મૂકવામાં આવી છે.
નિમણૂક પામેલા હોદ્દેદારોની યાદી નીચે મુજબ છે:
સહ ઇન્ચાર્જ તરીકેની જવાબદારી:
૧. જસ્મીન મકવાણા (વોર્ડ નં. ૮)
૨. ગૌરવ અમીપરા (વોર્ડ નં. ૫)
કારોબારી સભ્યો તરીકેની યાદી:
૩. ધૈર્ય પરસાણા (વોર્ડ નં. ૮)
૪. વિકલ્પ હાથી (વોર્ડ નં. ૧)
૫. મહેશ રાઠોડ (વોર્ડ નં. ૮)
૬. ભાર્ગવ ચૌહાણ (વોર્ડ નં. ૩)
૭. યશ ત્રિવેદી (વોર્ડ નં. ૯)
૮. અર્પિત ગણાત્રા (વોર્ડ નં. ૮)
૯. પાર્થિવ સોલંકી (વોર્ડ નં. ૧૭)
૧૦. રવિ લીંબાસીયા (વોર્ડ નં. ૫)
૧૧. પ્રતિક ચૌહાણ (વોર્ડ નં. ૨)
૧૨. રીપલ મહેતા (વોર્ડ નં. ૭)
૧૩. રોહન જેસાણી (વોર્ડ નં. ૮)
આ નિમણૂકો અંગેની જાણકારી આઈ.ટી. સેલના કન્વીનર નીખીલેષ જગદીશભાઈ રાઠોડ દ્વારા આપવામાં આવી છે. આ યાદીની નકલ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી અને રાજકોટ પ્રભારી અનિરુદ્ધભાઈ દવે, મંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ સહ પ્રભારી ત્રિકમભાઈ છાંગાને રવાના કરવામાં આવી છે.
આ નવી ટીમ દ્વારા ડિજિટલ પ્લેટફોર્મ પર પાર્ટીની કામગીરીને વધુ અસરકારક રીતે રજૂ કરવામાં આવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
(12:45 AM IST)










