News of Sunday, 15th March 2026
રાજકોટ શહેર ભાજપના સંગઠન માળખામાં ધરખમ ફેરફાર: કિસાન મોરચાના પ્રમુખ યોગેશ ભુવા દ્વારા હોદ્દેદારો અને કારોબારી સભ્યોની નવી ટીમની સત્તાવાર જાહેરાત
શહેર પ્રમુખ માધવ દવે અને પ્રભારી અનિરૂદ્ધભાઈ દવેના માર્ગદર્શન હેઠળ આગામી સમય માટે કિસાન મોરચાના ૧૭ હોદ્દેદારો અને ૧૭ કારોબારી સભ્યોની નિમણૂક સાથે સંગઠનને મજબૂત કરવા કવાયત તેજ

રાજકોટ : રાજકોટ મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનલક્ષી પ્રક્રિયાને વેગ આપતા કિસાન મોરચાના નવા માળખાની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગરના પ્રમુખ ડો. માધવ દવે, રાજકોટ મહાનગરના પ્રભારી અનિરૂદ્ધભાઈ દવે અને રાજકોટ મહાનગરના હોદ્દેદારો સાથે લાંબી વિચાર-વિમર્શની પ્રક્રિયાના અંતે રાજકોટ મહાનગર કિસાન મોરચાના નામ નક્કી કરવામાં આવ્યા છે. કિસાન મોરચાના પ્રમુખ યોગેશ ભુવા દ્વારા આ નવી નિમણૂકોની યાદી જાહેર કરવામાં આવી છે, જેનો અમલ તાત્કાલિક અસરથી કરવામાં આવશે.
કિસાન મોરચાના નવા વરાયેલા હોદ્દેદારોની વિગત:
રાજકોટ મહાનગરના સંગઠનને વધુ સક્ષમ બનાવવા માટે વિવિધ વોર્ડના કાર્યકરોને મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે. જેમાં ઉપપ્રમુખ તરીકે રવિરાજભાઈ સખીયા (વોર્ડ-૯), રીંકુભાઈ મૈયડ (વોર્ડ-૧૩), દશરથસિંહ જાડેજા (વોર્ડ-૧૨), ડો. રીન્કલભાઈ મેઘાણી (વોર્ડ-૧૭) અને જનકભાઈ કુંગસીયા (વોર્ડ-૪)ની નિમણૂક કરવામાં આવી છે.
સંગઠનના મંત્રી તરીકેની જવાબદારી માલતીબેન ચાવડા (વોર્ડ-૧૮), મુકેશભાઈ કાકડીયા (વોર્ડ-૫), રણજીતભાઈ ચાવડીયા (વોર્ડ-૭), દિલીપભાઈ કોટડીયા (વોર્ડ-૧૨) અને જીજ્ઞાશાબેન રામાણી (વોર્ડ-૧૬)ને સોંપવામાં આવી છે. આ ઉપરાંત કોષાધ્યક્ષ તરીકે પરાગભાઈ કાકડીયા (વોર્ડ-૧૫)ની વરણી થઈ છે.
કાર્યાલયની કામગીરી સંભાળવા માટે કાર્યાલય મંત્રી તરીકે ગૌતમભાઈ મોરવાડીયા (વોર્ડ-૬) અને સહ કાર્યાલય મંત્રી તરીકે પાર્થભાઈ મારસોણીયા (વોર્ડ-૯) જવાબદારી નિભાવશે. આધુનિક પ્રચાર માધ્યમો માટે આઈ.ટી. ઇન્ચાર્જ તરીકે રાકેશભાઈ રાદડીયા (વોર્ડ-૧૮) અને સોશિયલ મીડિયા ઇન્ચાર્જ તરીકે ભરતસિંહ ચુડાસમા (વોર્ડ-૧)ની પસંદગી કરવામાં આવી છે. મીડિયા વિભાગની કામગીરી પિયુષભાઈ રાજપરા (વોર્ડ-૧૦) અને કિશનભાઈ જોગસવા (વોર્ડ-૧૧) સંભાળશે.
કિસાન મોરચાના નવનિયુક્ત કારોબારી સભ્યો:
કિસાન મોરચાના કારોબારી સભ્યો તરીકે પણ શહેરના વિવિધ વોર્ડના સક્રિય કાર્યકરોને સ્થાન આપવામાં આવ્યું છે. જેની વિગત નીચે મુજબ છે:
ગંભીરસિંહ ચાવડા (વોર્ડ-૧), જયંતીભાઈ બુધેલીયા (વોર્ડ-૨), અજીતભાઈ ડાંગર (વોર્ડ-૩), અંકુરભાઈ સખીયા (વોર્ડ-૪), અમુભાઈ મોલીયા (વોર્ડ-૫), પ્રિન્સભાઈ રામાણી (વોર્ડ-૬), ચેતનભાઈ મહેતા (વોર્ડ-૭), વિનુભાઈ વઘાસીયા (વોર્ડ-૮), સંજયભાઈ ભાલોડીયા (વોર્ડ-૯), અશોકસિંહ જાડેજા (વોર્ડ-૧૦), નિકુંજભાઈ સાવલીયા (વોર્ડ-૧૧), રમણીકભાઈ દેવળીયા (વોર્ડ-૧૨), પાર્થરાજસિંહ જાડેજા (વોર્ડ-૧૩), સવજીભાઈ રાઠોડ (વોર્ડ-૧૪), બાબુભાઈ ઝાડા (વોર્ડ-૧૫), પ્રકાશભાઈ કિયાડા (વોર્ડ-૧૭) અને રવિભાઈ મેસવાણીયા (વોર્ડ-૧૮)નો કારોબારી સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.
આ નિમણૂકોની જાણ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશ પ્રમુખ (કિસાન મોરચા) હિરેનભાઈ હિરપરા તેમજ રાજકોટના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી અને સહ પ્રભારી ત્રિકમભાઈ છાંગાને કરવામાં આવી છે.
(8:34 PM IST)










