<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

અપહરણ કરી માર માર્યાના આક્ષેપો કરી ગોંડલના આશિષે ઝેર પીધુ, સારવારમાં

ઝલક નામની યુવતી સાથે મૈત્રી કરાર પૂર્ણ થઈ ગયા બાદ તેના કહેવાથી હુમલો કરાયાનો આશિષનો આક્ષેપ

રાજકોટ, તા, ૧૬ : ગોંડલના કુંડાસર ગામે રહેતાં યુવકે ગઈ કાલે ઝેર પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર અર્થે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા છે. હોસ્‍પિટલના બિછાનેથી યુવકે એક યુવતી સાથે મૈત્રી કરાર હોય તે પૂર્ણ થયા બાદ તે યુવતીના જ કહેવાથી  અગાઉ તેનું અપહરણ કરી માર માર્યાનો આક્ષેપ મૂકતા ગોડલ તાલુકા પોલીસે

આ ઘટનાની વિગત એવી છે કે, કુંડાસર ગામે રહેતાં આશિષ રમેશભાઈ રામોલીયા (ઉ.વ.૩૨) એ ગઈ કાલે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં ખસેડવામાં આવ્‍યા હતાં. આપઘાતનો પ્રયાસ કરનાર આશિષભાઈએ જણાવ્‍યું હતું કે, તે ચાર વર્ષ પહેલા ઝલક નામની યુવતી સાથે મૈત્રી કરાર થયા હતા જે પૂર્ણ થઇ ગયા બાદ ઝલકના કહેવાથી ધીરો, કાનો ગોહિલ, મનીષ, જયંતિ, મહેશ પળથ્‍વીરાજ સહિતનાઓએ અપહરણ કરી માર માર્યોનો આશિષભાઈએ આક્ષેપ કર્યો હતો.

આ તમામ અંગે તેમણે પોલીસમાં અરજી આપી હતી તેનો પણ ખાર રાખીને તથા પોતે કુંડાસર ગામ છોડીને જતો રહે તે માટે ત્રાસ અપાતો હોવાનો પણ આશિષે આક્ષેપ કર્યો હતો. આપઘાતનો પ્રયાસ કરનાર આશિષ પોતે કરીયાણાની દુકાન, શાકભાજી સહિતનો ધંધો કરતો હોવાનું તથા એક ભાઈ એક બહેનમાં નાનો હોવાનું જણાવ્‍યું હતું. બનાવના પગલે ગોંડલ તાલુકા પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(2:36 PM IST)