<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

વીર સાવરકર ઇન્‍ડોર સ્‍ટેડીયમના બેડમિન્‍ટનના ખેલાડીઓએ ઓપન ગુજરાત કક્ષાએ ગોલ્‍ડ અને સિલ્‍વર મેડલ મેળવ્‍યા

 

તાજેતરમાં સુરત ખાતે ઓપન ગુજરાત માસ્‍ટર્સ બેડમિન્‍ટન ટુર્નામેન્‍ટ નું આયોજન કરવામાં આવેલ જેમાં સરગમ કલબ સંચાલિત વીર સાવરકર ઇન્‍ડોર સ્‍ટેડીયમ ના બેડમિન્‍ટન ના ખેલાડી દોલતસિહ ડોડીયા એ ૬૦+ ડબલ્‍સ મેન્‍સ કેટેગીરીમાં પ્રથમ સ્‍થાન પ્રાપ્ત કરેલ છે . આ ઉપરાંત ૬૦+ સિગલમાં દોલતસિહ ડોડીયા, ૪૫માં તુષાર કાથરેચા એ . સિલ્‍વર મેડલ - મેળવેલા ડેનીસ પટેલ િ R.K. Uni.ીં અને છે . ૩૫+માં મેહુલ સોલંકી અને હાર્દિક ચોપડા ચેમ્‍પિયન થયેલ છે

ઉપરોક્‍ત તમામ ખેલાડીઓને ‘‘ઓપન ગુજરાત માસ્‍ટર્સ બેડમિન્‍ટન ટુર્નામેન્‍ટ માં સુંદર દેખાવ કરી રાજકોટ શહેર તથા વીર સાવરકર ઇન્‍ડોર સ્‍ટેડીયમ નું નું નામ રોશન કરવા બદલ સરગમ ક્‍લબ ના પ્રમુખ શ્રી ગુણુભાઈ ડેલાવાળા એ અભિનંદન પાઠવ્‍યા હતા. આ ખેલાડીઓ ૧૮ થી ૨૫ માર્ચ દરમ્‍યાન ગોવા ખાતે માસ્‍ટર્સ નેશનલ બેડમિન્‍ટન ચેમ્‍પિયનશિપ્‍સ ૨૦૨૬માં ભાગ લેશે.

(2:52 PM IST)