તા. ૨૫ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૩ મંગળવાર
News of Tuesday, 17th March 2026
ચૈત્રી બીજ મહોત્સવ - જુલેલાલ જન્મોત્સવ નિમિતે ગુરૂવારે મહિલા સ્કૂટર રેલી અને શુક્રવારે ભાઇઓની બાઈક રેલી
રાસલીલા કલબ, ભારતીય સિંધુ સભા-રાજકોટ, ભારતીય સિંધુ સભા મહિલા વિંગ-રાજકોટ દ્વારા

રાજકોટ તા. ૧૭ : સિંધી સમાજના ઈષ્ટદેવ શ્રી ઝુલેલાલ ભગવાનની તા. ૨૦ માર્ચ ૨૦૨૬ ના ૧૦૭૬ મી જન્મ જયંતિ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સિંધી સમાજ રાજકોટ, રાસલીલા કલબ, ભારતીય સિંધુ સભા-રાજકોટ, ભારતીય સિંધુ સભા મહિલા વિંગ-રાજકોટ ધ્વારા આ ઉત્સવની ભવ્ય ઉજવણી કરશે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા જણાવાયુ હતુ કે આ ઉત્સવને લઇને સિંધી સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તા.૧૯ના ગુરૂવારે રાજકોટ શહેરની તમામ સિંધી સમાજની આશરે ૪૦૦૦ ભહેનો એકસાથે ભવ્ય મહિલા સ્કુટર રેલી રેસકોર્ષ ગ્રાઉન્ડ થી શરૂ કરી સ્વામી ટહેલીયારામ મંદિર ૫-જંકશન પ્લોટ ખાતે પુર્ણ કરશે.
આ રેલીમાં ત્રણ ભવ્ય રથ, બે લાઈટીંગ ડી.જે., એક વિન્ટેજ કાર અને બે જીપ તથા આશરે ત્રીસ જેવી મોટર કાર, ૨૦૦૦ ટુ વ્હીલર સુટર સાથે ગુજરાત ખાતેની આ સૌથી મોટી અને યાદગાર રેલી રાજકોટ ખાતે નિકળશે. સિંધી સમાજની બહેનોને આ રેલીમાં જોડવવા ભાવભર્યું આમંત્રણ છે.
આ મહિલા રેલી શરૂ થયા પુર્વેં રેસકોર્ષ ખાતે જબરદસ્ત અને ભવ્ય સ્ટેજ કાર્યક્રમ રાખવામાં આવેલ છે. જેમાં સ્ટેજ ઉપર ૬૦૦ ફુટની એલ.ઈ.ડી. સ્કીન રાખવામાં આવશે તેમજ સ્ટેજ ઉપર લાઈવ પરફોમન્સ, સિંધી સોંગ ઉપર ઝુંબા ડાન્સ, કવીઝ કોન્ટેસ, રાસ ગરબા તથા સરપ્રાઈઝ ગીફટ રાખેલ છે.
જયારે તા. ૨૦ માર્ચ ૨૦૨૬ ચૈત્રી બીજના સવારે ૧૦ કલાકે ભવ્ય જેન્ટસ બાઈક એન્ડ કાર રેલીનું આયોજન ૫-જંક્શન પ્લોટ સ્વામી ટહેલીયારામ મંદિરથી શરૂ કરી વિવિધ વિસ્તારોમાં રેલી કાઢીને રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે પુર્ણ કરવામાં આવશે.
રેલી પુર્ણ થયા બાદ બપોરે ૧ વાગ્યે રેસકોર્ષ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. આ રેલીમાં ૩-રથ, ૨-જી૫, ૧-વિન્ટેજ કાર, ૩૦ મોટર કાર તથા ૧૫૦૦ જેટલા ટુ વ્હીલર બાઈક જોડાશે.
આ આયોજનને સફળ બનાવવા માટે સિંધી સમાજ-રાજકોટ, રાસલીલા કલબ, ભારતીય સિંધુ સભા રાજકોટ, ભારતીય સિંધુ સભા મહિલા વિંગ રાજકોટના હોદેદારો સર્વશ્રી અનીતાબેન ચાગરાણી, પુષ્પાબેન તનવાણી, આશાબેન સાધનાણી, દીપાબેન પ્રીતમાણી, કુસુમબેન આહુજા, આરતીબેન ચૌધરી, રીટાબેન ક્રીપલાણી (કુન્દનાણી), રીતુબેન લેખાણી, કુમારભાઇ વાશદેવાણી, બીપીનભાઇ મોટવાણી, શ્યામભાઇ ચંદનાણી, મુકેશભાઇ તનવાણી, લલીતભાઇ ગંગવાણી, જીતુ કુંદનાણી, અનિલ બુધરાણી, દિનકર તનવાણી, જગદીશભાઇ મગનાણી, પ્રેમ તારવાણી, સંદીપ ખેમાણી, ભાવેશ હાસીજા, હિતેષ લીલાણી, દીપક આભનાણી, મનીષ ક્રિપ્લાણી, કમલ પારવાણી, દિશાંત મંગલાણી વગેરે જહેમત ઉઠાવી હતી.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સિંધી સમાજના ભાઇ બહેનો નજરે પડે છે
(3:30 PM IST)










