News of Wednesday, 18th March 2026
રૂરલ એસઓજીના પી.આઇ. પારઘી તથા પીએસઆઇ જી.જે.ઝાલા તથા લોધીકા પોલીસનો દરોડો

લોધીકા પંથકના ૩ કારખાનામાંથી રપ લાખની નકલી જંતુનાશક દવાનો જથ્થો પકડાયોઃ ચારની ધરપકડ
તસ્વીરમાં નકલી દવાના જથ્થા સાથે પકડાયેલ શખ્સો અને રૂરલ એસઓજીનો સ્ટાફ નજરે પડે છે.
રાજકોટ, તા., ૧૮ :લોધીકા પંથકમાં ત્રણ કારખાનામાં રૂરલ એસઓજીએ દરોડો પાડી રપ લાખની નકલી જંતુનાશક દવાના જથ્થા સાથે ૪ શખ્સોને ઝડપી લીધા હતાં.
લોધીકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ત્રણ કારખાનાઓમાંથી ખેતીવાડીની ડુપ્લીકેટ જંતુનાશક દવાઓ પકડી પાડતી એસ.ઓ.જી , રાજકોટ ગ્રામ્ય પોલીસ
પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જર દ્વારા રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ખેતીવાડીની ગેરકાયદેસર ડુપ્લીકેટ રાસાયણીક દવાઓ બનાવતા ઇસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલ.જે સુચના અન્વયે રૂરલ એસઓજીએ લોધીકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કુલ ત્રણ કારખાનાઓ માંથી યુનાઇટેડ ફોસ્ફરસ લીમીટેડ (યુ.પી.એલ.) કંપનીની ડુપ્લીકેટ જતુનાશક દવાઓનો જથ્થો ઝડપી લીધો હતો.
જેમાં આરોપી (૧) ધુવભાઇ રસીકભાઇ પટોડીયા ઉ.વ.૨૭ ધંધો.વેપાર રહે. રાજકોટ (અભ્યાસ- બી.એસ.સી. એગ્રીકલ્ચર) કપનીનુ નામ એડીકોન પેસ્ટીસાઇડસ પ્રા.લી. માખાવડ તા.લોધીકાના કબ્જામાંથી યુનાઇટેડ ફોસ્ફરસ લીમીટેડ (યુ.પી.એલ.) નામની કંપનીની ડુપ્લીકેટ દવાઓનો જથ્થાની કિ.રૂ.૧,૯૫,૭૫૦/- કબ્જે કરાયો હતો. તથા
આરોપી (૨) ધવલભાઇ ગોરધનભાઇ કોરાટ ઉ.વ.૨૮ ધંધો.વેપાર રહે. રાજકોટ (અભ્યાસ- એમ.એસ.સી.કેમીકલ) કપનીનુ નામ શકિત કેમીકલ વિરવા તા.લોધીકાના કબ્જામાંથી યુનાઇટેડ ફોસ્ફરસ લીમીટેડ (યુ.પી.એલ.) નામની કંપનીની ડુપ્લીકેટ દવાઓનો જથ્થાની કિ.રૂ.૧૪,૧૦,૦૦૦ કબ્જે કરાયો હતો.
તેમજ આરોપી (૩) સાહીલભાઇ સુરેશભાઇ ટીબડીયા ઉ.વ.૩૦ ધંધો.વેપાર રહે. શાપર(વે) (અભ્યાસ- ડીપ્લોમાં એગ્રીકલ્ચર) કપનીનુ નામ ગ્રીન ભારત કેમીકલ, રાવકી તા.લોધીકામાં તથા (૪) કશ્યપભાઇ મગનભાઇ આકોલીયા ઉ.વ.૩૫ ધંધો.વેપાર રહે. રાજકોટ (અભ્યાસ- ડીપ્લોમાં કેમીકલ) કપનીનુ નામ ગ્રીન ભારત કેમીકલ, રાવકી તા.લોધીકાના કબ્જામાંથી કેમીકલના પાઉચ નંગ-૬૦૬ જેની કી.રૂ.૭,૦૨,૦૫૦/-તથા ખ્શ્વશત લખેલ બેરલ નંગ-૧ જેની કી.રૂ.૨,૦૦,૦૦૦/- એમ કુલ કિ.રૂ.૯,૦૨,૦૫૦/- તથા કુલ મુદામાલ રૂપિયા - ૨૫,૦૭,૮૦૦/- કબ્જે કરાયો હતો.
આ કાર્યવાહી રૂરલ એસ.ઓ.જી. શાખાના પો.ઇન્સ. એફ.એ.પારગી, પો.સબ.ઇન્સ. જી.જે.ઝાલા, એ.એસ.આઇ. પરબતભાઇ શામળા, વિપુલભાઇ ગુજરાતી, પો.હેડ.કોન્સ. વિજયભાઇ વેગડ,ચંદુભાઇ પલાળીયા, મયુરભાઇ વિરડા, નૈમીષભાઇ મહેતા, પીયુષભાઇ અધેરા, પો.કોન્સ વિજયગીરી ગોસ્વામી, રણજીતભાઇ ધાધલ, ચીરાગ કોઠીવાર,વિપુલભાઇ ગોહિલ, પુથ્વીરાજસિંહ ડોડીયા, ડ્રા.પો.હેડ.કોન્સ. નરશીભાઇ બાવળીયા તથા લોધીકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.
(1:08 PM IST)










