News of Wednesday, 18th March 2026
જરૂરીયાતમંદ બાળકોના લાભાર્થે મોડેલ સ્કૂલ અને નિજાનંદ હાઇસ્કૂલ દ્વારા ગુરૂવારથી શ્રીમદ્દ દેવી ભાગવત સપ્તાહ
ભુવનેશ્વરી પ્રાગટય, નવદુર્ગા પ્રાગટય, શિવપાર્વતી વિવાહ, અન્નપૂર્ણા પ્રાગટય સહિતના પ્રસંગો ધામધૂમથી ઉજવાશે : આંખના ચેકઅપ, વિવિધ રોગોના નિઃશુલ્ક નિદાન કેમ્પનું પણ આયોજન

રાજકોટ : શહેરના ધર્મનગર વિસ્તારમાં આગામી તા. ૧૯ નાગુરૂવારથી ૨૭ માર્ચ દરમિયાન ભવ્ય ‘શ્રીમદ્દ દેવી ભાગવત સપ્તાહ'નું આયોજન કરવામાં આવ્યું છે. મોડેલ સ્કૂલ તથા શ્રી નિજાનંદ હાઈસ્કૂલ દ્વારા આયોજિત આ જ્ઞાનયજ્ઞનો મુખ્ય ઉદ્દેશ્ય જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણ માટે સહાય કરવાના હોવાનું યાદીમાં જણાવાયું છે.
ચૈત્રી નવરાત્રીના મંગલમય અવસરે યોજાનાર આ કથામાં દરરોજ બપોરે ૩:૩૦ થી ૮ દરમિયાન માઈ ભક્તો કથા શ્રવણનો લાભ લેશે. કથા દરમિયાન ગણેશ સ્થાપના, પોથી યાત્રા, ભુવનેશ્વરી પ્રાગટય, શિવ-પાર્વતી વિવાહ અને નવચંડી યજ્ઞ જેવા ધાર્મિક પ્રસંગો ધામધૂમથી ઉજવવામાં આવશે.
કથાના સ્થળે ભક્તિની સાથે જનસેવાનું પણ કાર્ય હાથ ધરાશે, જેમાં : નેત્રદીપ હોસ્પિટલ દ્વારા આંખની તપાસ, ગોઠણ અને સાંધાના દુખાવા માટે ફ્રી નિદાન, હોમિયોપેથીક, આયુર્વેદિક, દાંત અને એકયુપ્રેશરના ફ્રી નિદાન કેમ્પ યોજાશે.
સ્થળ : ધર્મનગર સોસાયટી પાર્ટી પ્લોટ, ધર્મનગર મેઈન રોડ, શેરી નં. ૨, રાજકોટ. કથા પ્રારંભ : તા. ૧૯ ગુરુવાર સવારે ૭:૩૦ ગણેશ સ્થાપના. કથા પૂર્ણાહુતિ : તા. ૨૭ ગુરુવાર.
આ આયોજનને સફળ બનાવવા ભાવનાબેન લીડીયા, વિશાલભાઈ ચૌહાણ, રંજનબેન ચૌહાણ, રણશુરવીરસિંહજી જાડેજા,અમિતભાઇ લીડીયા, રાધાબેન ચૌહાણ, દર્શનાબેન પરમાર, હેતલબેન ઝાલા, ઉર્મિલાબેન હડીઅલ, અનસુયાબેન ખોડીયા, વિશાખાબેન ચોહાણ, શ્રુતીબેન મહેતા, સુરેખાબેન ગણાત્રા, દિપાલીબેન વિઠ્ઠલાણી, રજત ગોઢ, ચિરાગ શેઠ વિ. જહેમત ઉઠાવી રહ્યા છે.
આ અંગે વધુ માહિતી માટે મો. ૮૪૬૦૩પ૯૭૮૯, ૯૯૭૯૭૦ર૪૩૧ ઉપર સંપર્ક કરી શકાય છે. (તસ્વીર અભિજીત બગથરીયા)
(2:11 PM IST)










