<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th March 2026

રાજકોટના ઈશ્‍વરીયા ખાતે ૩ર વિઘા જમીનમાં નિર્માણાધીન ‘જીવન વિદ્યાપીઠ'ના ભૂમીપૂજન અર્થે શનિવારથી પાંચ દિવસીય સમારોહ

રપ કુંડી મહાયજ્ઞ, જ્ઞાતિ સમૂહ ભોજન તથા ભૂમિ દાતાઓના સન્‍માન સહીતના આયોજનો : પ૧ કરોડ મંત્રલેખન જાપ દ્વારા પવિત્ર-અભિમંત્રીત ‘ઉમા ઈંટ' ઈશ્‍વરીયા તથા અમદાવાદ સંકુલનિર્માણના પાયાના પથ્‍થર બનશે : ૧ ગામ ૧૯ અધિકારી ના સૂત્રને આગામી ૧૯ વર્ષમાં સાર્થક કરવા પાટીદારોનો સહીયારો સંકલ્‍પ

રાજકોટ તા.૧૭ : સૌરાષ્‍ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ શહેરમાં મોટી સંખ્‍યામાં કડવા પાટીદારો વસવાટ કરી રહયા છે. આગામી તા. ર૧ થી રપ માર્ચ રાજકોટથી ૧૩ કી.મી. દુર આવેલા ઈશ્‍વરીયા ખાતે ઉમિયા માતા મંદિર દ્વારા ૩ર વિધા જમીનમાં નિર્માણાધીન ‘જીવન વિદ્યાપીઠનું ભૂમી પૂજન, રપ કુંડી મહાયજ્ઞ, જ્ઞાતિ સમૂહ ભોજન તથા ભૂમિ દાતાઓના સન્‍માન સહીતનો ત્રિવેણી સમારોહ યોજવામાં આવ્‍યો છે.

સમાજ વ્‍યવસ્‍થાને મજબુત બનાવી સંગઠન થકી સમાજનો વિકાસ સાધવાનો ઘ્‍યેય ઉમિયા માતાજી મંદિર ટ્રસ્‍ટનો રહયો છે. તેમ જણાવતા ઉમિયાધામ સિદસરના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણીએ કહયુ છે કે સમાજના વિકાસ માટે પાયાની જરૂરીયાત શિક્ષણનો વિકાસ છે. મા ઉમિયાની આરાધના સાથે સરસ્‍વતીની સાધના થકી નવી પેઢી શિક્ષિત - દિક્ષિત બની સમાજ અને રાષ્‍ટ્ર વિકાસમાં ભાગીદાર બને તે હેતુસર રામનવમીથી અષાઢી બીજ તા. ર૬ માર્ચથી ૧૬ જુલાઈ૨૦૨૬ દરમ્‍યાન ૧૧૧ દિવસ ઉમા શારદા અનુષ્‍ઠાન અભિયાનનો નવતર પ્રયોગ કરાશે.

સમગ્ર સૌરાષ્‍ટ્ર ગુજરાતના તમામ શહેર તાલુકા ગા્રામ્‍ય સંગઠન સમિતિ દ્વારા ઉમાઈંટ, મંત્ર લેખન બુક, પત્રિકા, સ્‍ટીકર, રેશમી કાપડ, કુભાંનાડુ, સહીતની કીટ તમામ કડવા પાટીદારોના ઘેર ઘેર રામનવમી પહેલા પહોંચાડવાની કામગીરી ઉત્‍સાહભેર કરવામાં આવી રહી છે.

ઉમિયા સંગઠન સમિતિ સિદસરના પ્રમુખ કૌશીકભાઈ રાબડીયાએ જણાવ્‍યુ છે કે તાલુકા શહેર કક્ષની ઉમિયા સંગઠન સમિતિઓ સુધી મંદિર ટ્રસ્‍ટ દ્વારા સાહીત્‍ય પહોંચાડવામાં આવશે. આ સંગઠન સમિતિઓ ગ્રામ્‍ય સમિતિ સુધી કીટ વિતરણ કરશે. ગ્રામ્‍ય કક્ષાએ કડવા પાટીદારોની મીટીંગો યોજી ઉમા શારદા અનુષ્‍ઠાનનો હેતુ, સ્‍વરૂપ અને આયોજન અંગે જાણકારી આપશે. તેમજ ઉમા ઈંટને સુંદર કાપડમાં સજજ કરી પાટીદારોના ઘેર ઘેર પહોંચાડશે.

ઉમા શારદા અનુષ્‍ઠાનની વિગતો આપતા ઉમિયાધામના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણી, ઉપપ્રમુખ જગદીશભાઈ કોટડીયા, ચિમનભાઈ શાપરીયા, મંત્રી જયેશભાઈ પટેલએ જણાવ્‍યુ છે કે કડવા પાટીદારો દ્વારા ‘ઉમિયા આરાધના સરસ્‍વતી સાધના'ના પ્રકલ્‍પને સાર્થક કરવા રામનવમીથી અષાઢી બીજ ૧૧૧ દિવસના ઉમા શારદા અનુષ્‍ઠાનમાં સૌરાષ્‍ટ્રના ર લાખથી વધુ ઉમિયા પરિવારો દ્વારા પ૧ કરોડ મંત્રનું લેખન થશે. તમામ પરિવારોને મંત્ર લેખન બુક પહોંચાડવામાં આવશે. જેમા લાલ રંગની શાહીથી રપ.પ કરોડ શ્રી ઉમિયાય નમઃ અને રપ.પ કરોડ શ્રી શારદાય નમઃ મંત્રનું લેખન થશે.

સૌરાષ્‍ટ્રના તમામ શહેરો અને ગામોમાં ઉમા ઈંટ પહોંચાડવામાં આવશે. જેને કીટમાં સાથે આપેલ કપડામાં વીંટાળી, સ્‍ટીકર લગાવી, નાડાછડીથી બાંધીને ઘરના મંદિરમાં પૂદ્ગ સ્‍થળે પધરાવવી દરરોજ મંદિરમાં દિવાબતી કરતી સમયે સમાજના શૈક્ષ્ણીક વિકાસ અને શુભમંગલની પ્રાર્થના કરવી. સમયોચિત મંત્રલેખન કરવું.

૧૧૧ દિવસ બાદ અષાઢી બીજના દિવસે દરેક ગામમાં એક સાથે, એક સમયે, ઉમાઈંટ મહાપૂજનનો કાર્યક્રમ યોજાશે. ઉમા શારદા અનુષ્‍ઠાનના ૧૧૧ દિવસ દરમ્‍યાન તમામ ગ્રામ્‍ય- તાલુકા કક્ષાએ શિક્ષણ જાગૃતિ સાથે ધાર્મિક, સામાજીક કાર્યક્રમો તથા સેમિનારો - સંમેલનોનું આયોજન કરવામાં આવશે. જેમાં આરોગ્‍ય જાગૃતિ, વ્‍યસન મૂકિત, પ્રાકૃતિક કૃષિ જેવા વિષયોને આવરી લેવામાં આવશે.

દાતાઓના તબકકાવાર મળતા દાનમાંથી ઉમિયા માતાજી મંદિર સિદસર દ્વારા રાજકોટના શૈક્ષણિક પ્રોજેકટ ઉપરાંત દ્વારકા, સોમનાથ અને સિદસર ખાતેના પ્રોજેકટની શરૂઆત કરવામાં આવી હતી.

આગામી તા. ર૧ થી રપ દરમ્‍યાન ત્રિવેણી સમારોહમાં ઈશ્‍વરીયા ખાતે ૩ર વિધા જમીનમાં નિર્માણાધીન શૈક્ષ્ણિક સંકુલમાં અદ્યતન સુવિધાઓથી સભર ‘જીવન વિદ્યાપીઠ રાજકોટ'નું ભૂમી પૂજન કરવામાં આવશે.

આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગરમાં કુલ ૩૯૯ કરોડના શૈક્ષ્ણિક પ્રોજેકટોનું નિર્માણ થનાર છે. આ સંકુલમાં કડવા પાટીદાર દિકરા-દિકરીઓ માટે સ્‍કૂલ છાત્રાલય બનશે. આ શૈક્ષ્ણિક સંકુલમાં આવનારી પેઢીને મૂલ્‍યો અને જીવન લક્ષી શિક્ષણ પુરૂ પાડવામાં આવશે. શહેર તાલુકા ગ્રામ્‍ય વિસ્‍તારો સહીત તમામ કડવા પાટીદાર સમાજ આ ઉમા શારદા અનુષ્‍ઠાન થકી ભાવનાત્‍મક રીતે જોડાય આત્‍મીયતા અને વિચારોનુ સાયુજય સાધી સમાજના શૈક્ષણિક વિકાસની હરળફાળમાં પોતાનો ફાળો આપે તે દિશામા કાર્યો થશે. તેમ ઉમિયાધામના હોદેદારોએ જણાવ્‍યુ છે.

ઉમિયાધામ સિદસરના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણીએ ભાવિ પેઢીના ઉજજવળ ભવિષ્‍ય માટે પાટીદાર વિઝન-ર૦૪૭ અંતર્ગત ‘વન વિલેજ ટેન ઓફીસર' એક ગામ દસ અધિકારીના સૂત્રને આગામી ૧૯ વર્ષમાં સાર્થક કરવા સહીયારો સંકલ્‍પ કરી ઉમિયા આરાધના સરસ્‍વતી સાધના દ્વારા આ ઉમા શારદા અનુષ્‍ઠાનને વધાવી લઈ સફળ બનાવવા હાંકલ કરી છે.

ઉમા શારદા અનુષ્‍ઠાન અંતર્ગત ઉમાઈંટ સહીતની કીટ ઘેર-ઘેર પહોંચાડવાની કામગીરી શહેર જીલ્લા તાલુકા અને ગા્રમ્‍ય કક્ષની ઉમિયા સંગઠન સમિતિ અને મહિલા સંગઠન સમિતિના ભાઈઓ બહેનો દ્વારા કરવામાં આવશે. તેમ ઉમિયાધામ સિદસરના પ્રેસ મીડીયા સમિતિના કન્‍વીનર રજની ગોલની યાદીમાં જણાવાયુ છે. 

(2:42 PM IST)