<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th March 2026

વોર્ડ નંબર ૧૧ના મોટામવા વિસ્‍તારમાં પાણી- રસ્‍તા - ગટર - લાઈટ સહિતના પ્રશ્ને રોષઃ મનપા કચેરીએ ટોળુ ઉમટયુ

‘ટેક્‍સ' અને ‘ચૂંટણી બહિષ્‍કાર'ની ચીમકી અનેક વખત રજૂઆત કરવા છતા પરિસ્‍થતિ જેૈસે થેઃ ડેપ્‍યુટી કમિશનરને વિસ્‍તારવાસીઓએ પત્ર પાઠવ્‍યો

સુખી સંપન્‍ન રહેવાસીઓ ત્રાહીમામઃ ઉગ્રવિરોધ : રાજકોટ, શહેરના  વોર્ડ નંબર ૧૧માં મોટા મવા, નવો ૧૫૦ ફૂટ રીંગ રોડ, શ્રી નાથજી ચોક, આ વિસ્‍તારમાં છેલ્લા કેટલાક સમયથી પાણી, ડામરના રસ્‍તા અને સફાઇળ જેવી સામાન્‍ય સુવિધા પ્રશ્ને આજરોજ ડેપ્‍યુટી કમિશનર ચેતન નંદાણીને વિસ્‍તારવાસીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. અને આ સમસ્‍યા તાકિદે ઉકેલવા માંગ કરી હતી તે વખતની (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ,તા.૧૮: શહેરના વોર્ડ નંબર ૧૧ માં આવેલા મોટા મવા વિસ્‍તારના રહીશો દ્વારા આજે ‘યુનાઈટેડ નેબરહુડ ફેડરેશન' ના નેજા હેઠળ મ્‍યુનિસિપલ કોર્પોરેશનની ઘોર બેદરકારી સામે ્ર વિરોધ ઠાલવતા જણાવ્‍યું હતું કે  છેલ્લા સાત વર્ષથી નિયમિત વેરો ભરતા હોવા છતાં, પ્રાથમિક સુવિધાઓથી વંચિત આ વિસ્‍તારના ૫૦૦૦ થી વધુ મતદારો હવે લડી લેવાના મૂડમાં હોય. આગામી ચૂંટણી અને ટેકસના બહિષ્‍કારની ચિમકી ઉચ્‍ચારી હતી.

આ અંગે વિસ્‍તારવાસીઓ દ્વારા ડેપ્‍યુટી કમિશનર ચેતન નંદાણીએ પાઠવેલ પત્રમાં જણાવ્‍યુ હતુ કે,૧૫૦ ફૂટ રિંગ રોડ, શ્રી નાથજી ચોક પાસે આવેલી અનેક હાઈ-રાઈઝ બિલ્‍ડીંગો અને સોસાયટીઓમાં પીવાનું શુદ્ધ પાણી મળતું નથી. રસ્‍તાઓ અત્‍યંત બિસ્‍માર હાલતમાં છે (ડામરના રસ્‍તાનો અભાવ). ભૂગર્ભ ગટર અને સ્‍ટ્રીટ લાઈટની કોઈ વ્‍યવસ્‍થા નથી. સફાઈ સેવાઓનો અભાવ અને વરસાદી પાણીના નિકાલ સહિતના પ્રશ્નો ઉકેલવા માંગ કરવામાં આવી હતી.

સ્‍થાનિકોએ જણાવ્‍યું કે ૨૦૨૪ અને ૨૦૨૫ દરમિયાન અનેકવાર કોર્પોરેટર, મેયર, મ્‍યુનિસિપલ કમિશનર અને સીટી એન્‍જિનિયરને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. છતાં પણ તંત્ર દ્વારા માત્ર આશ્વાસનો જ મળ્‍યા છે, જેના કારણે આજે ડેપ્‍યુટી કમિશનર (વેસ્‍ટ ઝોન) ને આવેદન પત્ર પાઠવી ઉગ્ર રોષ વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો છે.

(3:58 PM IST)