<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th March 2026

શાપર-વેરાવળ પોલીસે સાયબર ફ્રોડ કરનાર જૂનાગઢના વિશાલ કણસાગરાને ઝડપી લીધો

સોશ્‍યલ મીડીયાની ધંધાની માહિતી મેળવી ઓનલાઇન સંપર્ક કરી ફ્રોડ કરતો'તો : વિશાલ સામે અગાઉ ૧૧ ગુન્‍હાઓ નોંધાયા છે

રાજકોટ, તા. ૧૯ :  શાપર-વેરાવળ પોલીસે સાયબર ફ્રોડ આચરનાર જૂનાગઢના શખ્‍સને ઝડપી લીધો હતો.

રાજકોટ ગ્રામ્‍ય જિલ્લાના પોલીસ અધિક્ષક વિજયીસંહ ગુર્જર સાયબર ફ્રોડના અનડીટેકટ ગુન્‍હાઓને ડીટેકટ કરવા સુચના કરેલ હોય. જે અન્‍વયે શાપર (વેરાવળ) પો. માં નોંધાયેલ સાયબર ફ્રોડના ગુન્‍હામાં ગોંડલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક કે.જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ  શાપર- (વેરાવળ) પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ્‍પેકટર આર.બી. રાણાએ પોલીસ સ્‍ટાફની અલગ અલગ ટીમો બનાવી સાયબર ફ્રોડમાં ગુમાવેલ રોકડ રૂપિયા બાબતે લગત બેન્‍કો પાસેથી જરૂરી માહિતી મેળવી. તપાસ કરી સાઇબર ફ્રોડના આરોપી (૧) વિશાલ ઉર્ફે કાનો હેમંતભાઇ ત્રીકમભાઇ કણસાગરા (ઉ.વ.૩ર) રહે. જુનાગઢ, વાઢલા ફાટક પાસે રોયલ હાઇટસ એપાર્ટમેન્‍ટ ફલેટ નં. ૪૦ર, મુળ રહે. વસંતપુર ગામ, તા. જામજોધપુર જી. જામનગરને ઝડપી લીધો હતો. પકડાયેલ વિશાલ સામે અગાઉ જામનગરમાં સાયબર ફ્રોડ કરનાર અને છેતરપીંડી સહિત ૧૦ ગુન્‍હાઓ તથા રાણાવાવમાં એક ગુન્‍હો નોંધાયો છે.

પકડાયેલ વિશાલ અલગ અલગ સોશ્‍યલ મીડીયાના પ્‍લેટફોર્મ મારફતે ધંધાર્થી વ્‍યકિતઓ બાબતે જરૂરી માહિતી મેળવી  તેમનો ઓનલાઇન સંપર્ક કરી ધંધાકીય વ્‍યવહાર બાબતે જરૂરી વાતચીત કરી અલગ અલગ બહાના હેઠળ અંગત આર્થિક ફાયદા સારૂ સાઇબર ફ્રોડના નાણા મેળવી ગુન્‍હો આચરવાની ટેવ ધરાવે છે. આ કાર્યવાહી સેકન્‍ડ પો. ઇન્‍સ. શાપર (વે) પોલીસ સ્‍ટેશનના સેકન્‍ડ પો. ઇન્‍સ. બી.એલ. રોહિત, પો. સબ. ઇન્‍સ. આર.ડી. સોલંકી, એ.એસ.આઇ દીવ્‍યરાસિંહ સરવૈયા, પો. હેડ કોનસ. અજયભાઇ સવશીભાઇ ખટાણા, પો. કોન્‍સ. લગધીરસિંહ ભીખુભા, વિમલભાઇ વેકરીયા, મનસુભાઇ ચૌહાણ, દિવ્‍યેશભાઇ શામળા તથા આઇ.ટી. એકસપોર્ટ કલગી ભટ્ટ વિગેરે દ્વારા કરવાશાં આવેલ છે.

(1:34 PM IST)