હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વારસો સંગીતનો : ૮ વર્ષનો જયનીલ રફી સાહેબના ગીતો રજૂ કરશે : રવિવારે મનિષકુમાર મ્યુઝીકલ નાઇટ
‘રેડીયો માલા, કંઠ એક આવાઝ અનેક' શિર્ષક હેઠળ હેમુ ગઢવી હોલ ખાતે કાર્યક્રમ : મનિષકુમાર અને તેમના ર૦ વર્ષના પુત્ર પ્રિયાંશ મેલ-ફીમેલ વોઇસમાં ગીતો રજૂ કરશેઃ પિતા-પુત્રોની ત્રિપુટીનો જાદુ રેલાશે

રાજકોટઃ શહેરના જાણીતા હેમુ ગઢવી હોલ ખાતે આગામી ૨૨મી માર્ચને રવિવારે રાત્રે ૯:૦૦ કલાકે એક ભવ્ય મ્યુઝિકલ નાઈટનું આયોજન કરવામાં આવ્યું છે. ભૂપેન્દ્ર એન્ડ અતુલ સોલંકી પ્રસ્તુત અને આહના એન્ટરપ્રાઈઝ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સંગીત જગતના દિગ્ગજોને અનોખી શ્રદ્ધાંજલિ અર્પવામાં આવશે.
આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ મનીષ કુમાર છે, જેઓ બોલિવૂડના કિશોર કુમાર, મોહમ્મદ રફી, લતા મંગેશકર અને આશા ભોંસલે સહિત ૫૫થી વધુ ગાયકોના અવાજમાં ગાવાની વિશિષ્ટ ક્ષમતા ધરાવે છે. તેમની સાથે તેમનો મોટો પુત્ર પ્રિયાંશ જાદવ પણ પોતાની અદભૂત કળા પ્રદર્શિત કરશે. આ પિતા-પુત્રની જોડીની ખાસિયત એ છે કે તેઓ પુરૂષ અનેસ્ત્રી એમ બંને વોઈસમાં પ્રોફેશનલ પર્ફોર્મન્સ આપી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દે છે.
સંગીતનો આ વારસો મનીષ કુમારના નાના પુત્રમાં પણ જોવા મળે છે. માત્ર ૮ વર્ષની ઉંમર ધરાવતો માસ્ટર જયનીલ જાદવ આ સ્ટેજ પર રફી સાહેબના લોકપ્રિય ગીતો રજૂ કરી સંગીત ચાહકોનું દિલ જીતશે. જયનીલ નાની ઉંમરથી જ અનેક એવોર્ડ્સ અને સન્માન પ્રાપ્ત કરી ચૂક્યો છે.
માસ્ટર જયનિલ જાદવ ધોરણ-ર અભ્યાસ કરે છે સવા બે વર્ષની ઉમરમાં પલ પલ દિલ કે પાસ વિથ મ્યુઝિક સાથે પર્ફોમ કરેલ છે. પ વર્ષની ઉમરમાં ચિરિપાલ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝમાં ગીત ગાવા બદલ સર્ટિફીકેટ અને રોકડ ઇનામ મળેલ હતું. ૬ વર્ષની ઉમરમાં રફી દર્શન મંદિરમાં ઉમેશભાઇ મખીજાન હોમ અમદાવાદમાં ચાંદીનું મેડલ એન્ડ રોકડ પૈસાથી સન્માન મળેલ છે. ર૦ર૬ માં સ્કુલના ફંકશનમાં ગાવા બદલ ટ્રોફી મળેલ છે. આમ નાની ઉમરથી જ, સંગીતમાં રસ ધરાવે છે. સંગીત પ્રત્યે રૂચિ ગોડ ગિફટ છે. તેને તેનો મોટોભાઇ ગાયિકીની તાલીમ આપી રહયો છે.
ગાયકો સુનિતા, નદીમ, જયોતિ અને મહેશ પણ ગીતો રજુ કરનાર છે.
મ્યુઝિકલ નાઈટને સફળ બનાવવા માટે જાણીતા વાદકોની ટીમ જોડાશે, જેમાં ઇમ્તિયાઝ ખાન સૈયદ, હિરેન ખાખી (કીબોર્ડ), જીમી વ્યાસ (ગિટાર), ભાર્ગવ ઉમરાણીયા (ઓક્ટોપેડ), ફિરોઝ શેખ (ડ્રમ), ભરત ગોહેલ (કોંગો), દિલીપ ત્રિવેદી (તબલા) અને પ્રકાશ વગાડિયા (પર્ક્યુશન) સાથ આપશે. સહ-ગાયકો તરીકે સુનિતા, જયોતિ, નદીમ અને મહેશ પરમાર પણ પોતાની કળા પીરસશે.
આ સુરીલી સાંજનો લ્હાવો લેવા માટે ટિકિટનું વિતરણ હેમુ ગઢવી હોલ ખાતેથી ઉપલબ્ધ છે.વધુ માહિતી માટે અતુલભાઈ (ૅ૯૧ ૯૦૯૯૯ ૭૪૦૭૪) અથવા મેહુલભાઈ (ૅ૯૧ ૯૮૯૮૬ ૬૨૫૫૪) નો સંપર્ક કરવા જણાવાયું છે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, અતુલકુમાર સોલંકી મનિષકુમાર જાદવ,પ્રિયાંશ જાદવ, જયનીલ જાદવ, ઇમ્તીયાઝ ખાન, સૈયદ નજરેપડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
૮ વર્ષનો ટેણીયો ‘જયનીલ' ને ગાયક અને ક્રિકેટર બનવું છે
હુબહુ બુમરાહની સ્ટાઇલથી બોલીંગ કરે છે
રાજકોટઃ માત્ર૮ વર્ષની ઉંમરે જયનીલ રફી સાહેબના ગીતો પીરસી સંગીત પ્રેમીઓને તાલીઓ પાડવા મજબૂર કરી દયે છે. આગામી રર મીના રવિવારે પણ તે રફી સાહેબના ગીતો રજુ કરશે. અમદાવાદના રામોલ વિસ્તારમાં શાસ્વત ઇન્ટરનેશનલ સ્કુલમાં અભ્યાસ કરે છે. જયનીલને ગાયક અને ક્રિકેટર બનવું છે. બુમરાહનો જબરદસ્ત ફેન છે. તેની સ્ટાઇલથી બોલીંગ કરે છે.










