<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th March 2026

કેનાલ રોડ પરથી દેશી દારૂ ભરેલી રિક્ષા સાથે રાજેશ અને અજય ઝડપાયા

કુબલીયાની શારદાએ મોકલેલો દારૂ ઢેબર કોલોનીની જીન્‍નતને પહોંચાડે એ પહેલા ક્રાઇમ બ્રાંચે પકડી લીધાઃ ૪૨ હજારનો દારૂ અને ૧ લાખની રિક્ષા કબ્‍જે

રાજકોટ તા. ૧૯: શહેરના કેનાલ રોડ પર એચપી પંપ નજીક રોડ પરથી ક્રાઇમ બ્રાંચે રૂા. ૪૨ હજારનો દેશી દારૂનો જથ્‍થો ભરેલી રિક્ષા સાથે બે શખ્‍સને પકડી લઇ દારૂ, રિક્ષા મળી ૧,૪૨,૦૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે. આ દારૂ કુબલીયાપરાની મહિલાએ મોકલ્‍યો હતો અને ઢેબર કોલોનીની મહિલાને પહોંચાડવાનો હતો.

દારૂ-જૂગારના કેસ શોધવા ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. જયરાજભાઇ કોટીલા, ધારાભાઇ વાનરીયા અને રાજેશભાઇ જળુને મળેલી બાતમી પરથી કેનાલ રોડ પર જીજે૦૩સીટી-૭૪૩૪ નંબરની રિક્ષા આંતરી લીધી હતી. તેમાં તપાસ કરતાં રૂા. ૪૨ હજારનો ૨૧૦ લિટર દેશી દારૂ મળી આવ્‍યો હતો.

પોલીસે રિક્ષાચાલક અને સાથે રહેલા બંનેની ધરપકડ કરી હતી. પુછતાછમાં પોતાના નામ રાજેશ બાબુભાઇ સિંધવ (ઉ.વ.૨૭-રહે. ગંજીવાડાના નાકે, બાવળીયાની બાજુમાં) તથા અજય કિશોરભાઇ વાઘેલા (ઉ.વ.૨૦-રહે. કુબલીયાપરા, ચાર બાઇના મંદિર પાસે) જણાવ્‍યા હતાં. આ બંનેની પુછતાછમાં દારૂ મોકલનાર તરીકે કુબલીયાપરાની શારદા ભૂપતભાઇ રાઠોડનું નામ ખુલ્‍યું હતું. શારદાએ આપેલો આ દારૂ ઝડપાયેલા બંને શખ્‍સો ઢેબર કોલોની પાસે રહેતી જીન્‍નત માણેકને આપવા જઇ રહ્યા હોવાનું કબુલતાં શારદા અને જીન્‍નતને ઝડપી લેવા કાર્યવાહી કરવામાં આવી હતી.

પોલીસ કમિશનર બ્રજેશકુમા ઝા, જેસીપી ચૈતન્‍ય માંડલીક, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીઆઇ એમ. એલ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવની રાહબરીમાં પીએસઆઇ વી. ડી. ડોડીયા, એએસઆઇ અમિતભાઇ અગ્રાવત, દિગપાલસિંહ જાડેજા, હેડકોન્‍સ. દિપકભાઇ ચોૈહાણ, રાજેશભાઇ જળુ, પ્રદિપસિંહ જાડેજા, જયરાજભાઇ કોટીલા, સંજયભાઇ રૂપાપરા, રાહુલભાઇ ગોહેલ, ધારાભાઇ વાનરીયાએ આ કામગીરી કરી હતી

(3:48 PM IST)