<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

બામણબોરમાં વાવાઝોડામાં પવનથી યુવાન દસેક ફુટ ઉંચાઇથી પટકાયો

ઇલેક્‍ટ્રીક મોટરને પ્‍લાસ્‍ટીક ઢાંકતી વખતે બનાવઃ સારવારમાં

રાજકોટ તા. ૨૦: ગઇકાલે રાજકોટ પંથકમાં અચાનક વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડયો હતો. ઠેકઠેકાણે વૃક્ષો, હોર્ડીંગ પડી ગયા હતાં. આ દરમિયાન રાજકોટના બામણબોર નજીક વાંકાનેર પોલીસની હદમાં આવેલા જય સ્‍ટોન ક્રશર નામના ભરડીયામાં દસેક ફુટની ઉંચાઇએ ઉભો રહી અહિ કામ કરતો મુળ કોલકત્તાનો આરીફભાઇ અરશદભાઇ મંડલ (ઉ.વ.૩૪) ઇલેક્‍ટ્રીક મોટરને વરસાદથી પલળતી બચાવવા પ્‍લાસ્‍ટીક ઢાંકતો હતો ત્‍યારે ભારે  પવન આવતાં પડી જતાં ઇજાઓ થઇ હતી. તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી. 

(11:32 AM IST)