News of Friday, 20th March 2026
રાજકોટ શહેર ભાજપ આઈટી સેલમાં યશ ત્રિવેદીને મહત્વની જવાબદારી મળી

રાજકોટઃ અખિલ ભારતીય વિધાર્થી પરિષદ તથા અમદાવાદમાં આરએસએસ માં સોશ્યલ મીડિયાની કુનેહપૂર્વક જવાબદારી સંભાળનાર રાજકોટના યશ ત્રિવેદી(મો.૯૧૦૬૭ ૨૯૮૫૭) ની તેની કાબિલેદાદ કામગીરી ધ્યાને રાખી રાજકોટ શહેર ભારતીય જનતા પક્ષ દ્વારા આઇટી સેલમાં કારોબારી સભ્ય તરીકે વરણી કરવામાં આવી છે. રાજકોટ શહેર ભારતીય જનતા પક્ષના પ્રમુખ માધવ દવે દ્વારા જાહેર થયેલઆજના ટેક્રિકલ યુગમાં ખૂબ મહત્વના આઈટી સેલમાં કારોબારી સભ્ય તરીકે પસંદગી કરવામાં આવેલ છે. અત્રે એ યાદ રહે યશ ત્રિવેદી વર્ષોથી ભારતીય જનતા પક્ષની વિચારધારા સાથે સંઘના સંસ્કાર ધરાવે છે. યશ ત્રિવેદીએ અકિલાના મોભી શ્રી.કિરીટભાઇ ગણાત્રાના આશીર્વાદ મેળવ્યા હતા
(2:58 PM IST)










