<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

કુવાડવા રોડ પર હોડિર્ંગ ધરાશાયીઃ એજન્‍સીને નોટિસ

જોખમી હોડિર્ંગ્‍સ સામે કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ મનપાની ચેતવણી

રાજકોટ તા. ૨૦ઃ ગઇકાલે સાંજે આવેલ ભારે પવનના કારણે શહેરના કુવાડવા રોડ ઉપર ગોકુલ હોસ્પિટલ સામે આવેલ ઍક મોટું હોડિં*ગ પવનના કારણે ઉડીને ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. ફાયર બ્રિગેડ દ્વારા ઘટનાની પુષ્ટિ કરવામાં આવી છે. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ ભારે અકસ્માત ટળ્યો હતો. મહાનગરપાલિકાના ઍસ્ટેટ વિભાગે ર્હોડિંગ માટે જવાબદાર  ઍજન્સીને નોટિસ ફટકારી છે અને હોડિં*ગના સ્ટ્રક્ચરની સુરક્ષા અંગે સ્પષ્ટીકરણ માંગ્યું છે.
ઍસ્ટેટ ઓફિસરના જણાવ્યા મુજબ શહેરમાં આગાહી મુજબ પવન અને હવામાનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અન્ય તમામ હોડિં*ગ માલિકોને પણ પોતાના સ્ટ્રક્ચરની તાત્કાલિક ચકાસણી કરી લેવા સૂચના આપવામાં આવી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટના ન બને. તંત્ર દ્વારા જાહેર સુરક્ષાને પ્રાથમિકતા આપતા જોખમી ર્હોડિંગ્સ સામે કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ ચેતવણી આપવામાં આવી છે

(3:35 PM IST)