તા. ૩૦ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ વૈશાખ સુદ – ૧૪ ગુરૂવાર
News of Friday, 20th March 2026
બેસ્ટ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના માલિક દિપકભાઇ કારીયા ‘‘અકિલા''ની શુભેચ્છા મુલાકાતે

સુરક્ષિત યાદગાર સુવિધાસભર અને આરામદાયક પ્રવાસનું આયોજન કરી આપતી ગુજરાતની ખ્યાતનામ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપની ‘‘બેસ્ટ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપની ‘‘વર્ષોથી સફળતાના નવા નવા શિખરો પ્રાપ્ત કરી રહી છે. પ્રવાસ કરવો હોય વિમાનની ટિકિટ લેવાની હોય, વિદેશી ચલણ એક્ષચેન્જ કરવું હોય કરવું હોય કે વીઝા લેવા હોય આ કંપની ‘‘વન સ્ટોપ'' સોલ્યુશન છે.
સમગ્ર ગુજરાતની પ્રતિષ્ઠીત એવી બેસ્ટ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ સૌરાષ્ટ્ર અને રાજકોટની પ્રવાસપ્રિય જનતાની સેવા માટે વર્ષોથી કાર્યરત છે. આ ટ્રાવેલ્સ કંપની થકી દેશ-વિદેશમાં પ્રવાસ કરવો કે રજા માણવી એક યાદગાર અનુભવ હોય છે. ભારતનું કોઇપણ રાજય હોય કે કોઇ પણ શહેર હોય કે પછી વિશ્વનો કોઇપણ ખુણો હોય ત્યાં પહોંચવું હોય કે પ્રવાસનો આનંદ લેવો હોય તો આ કંપની સેવા આપવા માટે તત્પર હોય છે. પ્રવાસીઓની જરૂરીયાત મૂજબના વિવિધ ટૂર પેકેજો ગ્રુપ ટૂર સહિતના પેકેજો તેમની પાસે ઉપલબ્ધ હોય છે. કોમન મેન પણ પ્રવાસ માણી શકે એ પ્રકારના ટૂરપેકેજો પણ તેમની પાસે ઉપલબ્ધ હોય છે. સર્વશ્રેષ્ઠ અને આરામદાયક પ્રવાસને જીવનનું સંભારણું બનાવતી ‘‘બેસ્ટ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપની'' હવે યાજ્ઞિક રોડ પર, સર્વેશ્વર ચોક ખાતે શિવમ કોમ્પલેક્ષમાં અદ્યતન અને વધુ સુવિધાયુકત નવનિર્મિત ઓફિસનું ઉદઘાટન કરવા જઇ રહી છે. આ પ્રસંગ અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને આમંત્રણ આપવા કંપનીના માલિક શ્રી દિપકભાઇ કારીયા અકિલા કાર્યાલયની મુલાકાતે આવ્યા હતાં તે સમયની તસ્વીર. તસ્વીરમાં વચ્ચે અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, તેમની બાજુમાં બેસ્ટવાળા શ્રી દિપકભાઇ અને અકિલા પરિવારના શૈલેષભાઈ દવે નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
(4:12 PM IST)










