<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

ગુરૂપ્રસાદ ચોકમાં વિજલાઇન રીપેર કરતી વખતે ગેસ લાઇન લિકેજઃ અનેક ઘરોમાં ગેસ વિતરણ ઠપ્‍પ

ફાયર બ્રિગેડને જાગૃત નાગરિકે રૂબરૂ જઇને જાણ કરતાં ટીમ પહોંચીઃ ગુજરાત ગેસની ટીમે લિકેજ બંધ કર્યુ

રાજકોટઃ શહેરના કૃષ્‍ણનગર મેઇન રોડ ગુરૂપ્રસાદ ચોકમાં ગઇકાલે આવેલા વાવાઝોડાને કારણે વિજલાઇનમાં ફોલ્‍ટ ઉભો થયો હોઇ થાંભલો પડી ગયો હોઇ આજે સવારે પીજીવીસીએલના સ્‍ટાફ રીપેરીંગ કામ કરતો હતો તે વખતે ગુજરાત ગેસની લાઇન લિકેજ થઇ જતાં દોડધામ મચી ગઇ હતી. આ વખતે જ ત્‍યાંથી એક નાગરિક દશરથભાઇ બારોટ નોકરી પર જવા માટે પસાર થતાં હોઇ તેણે મવડી ફાયર બ્રિગેડ ખાતે રૂબરૂ જઇ જાણ કરતાં ફાયર બ્રિગેડના અધિકારી મઠીયા, નરેશભાઇ, શક્‍તિસિંહ, ગોૈતમભાઇ, ધ્રુવીલસિંહ, અશોકભાઇ સહિતનો સ્‍ટાફ ફાયર ફાઇટર સાથે પહોંચ્‍યો હતો. ગેસની લાઇન તૂટી હોઇ અહિ ગુજરાત ગેસનો સ્‍ટાફ પણ પહોંચી ગયો હતો. આ ટીમે લિકેજ બંધ કર્યુ હતું. કોઇ જાનહાની થઇ નહોતી. જો કે આસપાસના વિસ્‍તારોમાં ગેસ વિતરણ ઠપ્‍પ થઇ જતાં ગૃહિણીઓમાં દેકારો મચી ગયો હતો. તસ્‍વીરમાં ઘટનાના દ્રશ્‍યો જોઇ શકાય છે (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા) 

(3:43 PM IST)