News of Friday, 20th March 2026
સિંધી સમાજનું નવું વર્ષ એટલે ચેટીચંડઃ વરૂણ દેવની આરાધનાનો દિવસ

રાજકોટઃ ધારાસભ્ય ઉદય કાનગડએ સિધી સમાજના સર્વે ભાઈ-બહેનોને ચેટી ચંડના પાવન પર્વની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે ચેટી ચંડ સિંધી સમુદાયનો સૌથી મોટો અને પવિત્ર તહેવાર છે, જે નવા વર્ષના પ્રારંભ તરીકે ઉજવાય છે. આ દિવસે ભગવાન ઝૂલેલાલનો જન્મદિવસ હોવાથી સિધી ભાઈ-બહેનો તેમના ઈષ્ટદેવની પૂજા, શોભાયાત્રા અને ભજન કીર્તન ધ્વારા ધર્મ અને સંસ્કૃતિની રક્ષાનો સંકલ્પ કરે છે અને લંગરનું આયોજન કરે છે. ... આ દિવસ વરુણ દેવની આરાધનાનો પણ દિવસ છે.
એક હજાર વર્ષ પહેલા સિંધ પ્રદેશમાં મોગલ બાદશાહ મિર્ખશાહના શાસનમાં હિદુઓ પર અત્યાચાર વધતા તેમને જબરજસ્તી ધર્મ પરિવર્તનનો કરવાનું ફરમાન કરવામાં આવ્યું ત્યારે હિંદુઓએ પોતાના ધર્મની રક્ષા માટે ઉપવાસ કરી દરિયા કિનારે ઈશ્વર પ્રાર્થના કરી. તેમની ભક્તિથી પ્રસન્ન થઈ દરિયામાંથી ઝુલેલાલ (દરિયાલાલ) પ્રગટ થયા અને આકાશવાણી કરી કે અધર્મનો અંત નજીકમાં જ છે. થોડા સમયમાં સિધના નસરપુર ગામે પિતા રતનરાય અને માતા દેવકીના ઘરે ચૈત્ર બીજ, સવંત ૯૫૧ ના રોજ ઉદયરામ નામે એક દિવ્ય બાળકનો જન્મ થયો. આ બાળકએ પોતાના ચમત્કારોથી બાદશાહ મિર્ખશાહને પણ પ્રભાવિત કર્યો અને અંતે બાદશાહએ શરણાગતિ સ્વીકારી.
આ રીતે ઉદયરાયને ઝુલેલાલનો અવતાર માનવામાં આવ્યો, જેમણે હિંદુ ધર્મની રક્ષા કરી. તેમના જન્મદિવસે સિંધિ સમાજ ચેટી ચાંદ તરીકે નવું વર્ષ ઉજવે છે. ઝુલેલાલએ ગુરૂ ગોરખનાથ પાસેથી જ્ઞાન મેળવ્યુ. ધર્મ, એકતા અને માનવતાનો સંદેશ આપ્યો અને અંતે 'ઝિદપીર' તરીકે પ્રસિધ્ધ થયા. આજે તેમને દરિયાલાલ, ઉડેરાલાલ, વરૂણદેવ જેવા અનેક નામોથી પૂજવામાં આવે છે. સર્વે સિંધી ભાઈ-બહેનોને ચેટીચંડનું નવું વર્ષ જીવનમાં નવી આશા, આનંદ અને સફળતા લાવે તેવી શુભેચ્છાઓ પાઠવતા અંતમાં ઉદય કાનગડેજણાવેલ હતું.
(3:43 PM IST)










