News of Friday, 20th March 2026
ભાજપના પ્રભારી ભરત આર્ય કાલથી બે દિ' રાજકોટ જિલ્લામાં

રાજકોટ, તા. ર૦: પાટણ જિલ્લાના વતની રાજકોટ જિલ્લા ભાજપના નવા પ્રભારી શ્રી ભરતભાઇ આર્ય કાલથી બે દિવસ રાજકોટ જિલ્લાના પ્રવાસે આવી રહયા છે. તેઓ કાલે શનિવારે સવારે જિલ્લા પંચાયતના ઇન્ચાર્જ સાથે બેઠક યોજશે, બપોર પછી ગોંડલ જશે. રવિવારે કોટડાસાંગાણી, લોધિકા અને રાજકોટ તાલુકાનમાં પાર્ટીના કાર્યકરો સાથે બેઠક યોજશે. ભાજપ સ્થાપના દિનની ઉજવણી, મનકી બાત વગેરે કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપશે.
શ્રી ભરતભાઇ આર્ય પ્રભારી બન્યા બાદ ત્રીજી વખત રાજકોટ આવી રહયા છે. તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણી સંદર્ભે તેમના પ્રવાસો સમયાંતરે થતા રહેશે
(3:44 PM IST)










