News of Friday, 20th March 2026
શાપર ગામે ૪૨ સિલિન્ડરો જપ્ત

રાજકોટઃ આજરોજ કલેક્ટર શ્રી તથા જિલ્લા પુરવઠા અધિકારી રાજકોટ ના માર્ગદર્શન તથા સુચના અન્વયે કોટડા સાંગાણી તાલુકાના સાપર ગામે અનઅધિકૃત રીતે વેચાણ થતા નાના મોટા કુલ ૪૨ ગેસના સીલેન્ડરો જેની કુલ કિમત ૪૮૦૫૦ રૂપિયા થાય છે કબજે કરી સીઝર કરવામાં આવેલ છે.મામલતદાર શ્રી કોટડા સાંગાણી તથા પોલીસની ટીમને સાથે રાખીને કરવામાં આવેલ.
(3:48 PM IST)










