<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st March 2026

સફાઇ કામદારની બીમારીનું સર્ટીફીકેટ સરળતાથી અપાવવાની કોર્પોરેટરો- આગેવાનોની રજુઆતને સફળતા

મનપામાં કામદારોના વારસદારને રહેમરાહે નોકરી આપવાના વર્ષો જુના પ્રશ્નનો નીકાલ :પૂર્વ નગરસેવકો જયશ્રીબેન ચાવડા તથા ભારતીબેન મકવાણા અને સમાજના અગ્રણી રતુભાઇ પરમાર સહિતનાએ ભુપેન્‍દ્રભાઇને મળી હાલાકી વર્ણવેલ

રાજકોટ, તા.૨૧: મનપાના સફાઇ કામદારોને વારસદારોને નોકરી આપવા સહિતના વગેર વર્ષો જુના પ્રશ્નો ને દલિત સમાજ આગેવાનો અને પુર્વ ચાર કોર્પોરેટર શ્રીઓ આ પ્રશ્‍નને હલ કરતા ૧૦૦થી વધુ સફાઇ કામદારોના પરીવારોમાં હર્ષની લાગણી ફેલાઇ છે.

આ અંગે રણજીતભાઇ સાગઠીયા, હાર્દિક ગોહેલ કોર્પોરેટર જયશ્રીબેન ચાવડા, ભારતીબેન મકવાણા તથા રતુભાઇ પરમારે જણાવ્‍યુ હતુ કે રાજકોટ મહાનગર પાલીકામાં ફરજ બજાવતા સફાઇ કામદારોને  જેવા ફરજ બજાવતા શારીરીક તકલીફને ઉભી થતી હોય છે. ત્‍યારે આ સફાઇ કામદાર પૂર્ણ નોકરી કરી શકતા નથી અને કાયમી નોકરીમાંથી સ્‍વેચ્‍છીક નિવૃતિ આપવી પડે અથવા તો નોકરી છોડી દેવી પડે છે.

રાજકોટ કોર્પોરેશનને આવા કર્મચારીઓની સરકારી સીવીલ હોસ્‍પિટલોમાં સીવીલ સર્જનનું સર્ટીફીકેટમાં સફાઇ કામદારની બીમારીનું પોઝીટીવ સર્ટીફીકેટ ન આપતા હોય તેમ ના વારસદારોને પણ નોકરી ન મળતી હોતે  તે સફાઇ કામદાર પોતે સ્‍વૈચ્‍છીક નિવૃતિ  આપીને પોતાની બીમારીની સારવાર કરતા હોય છે અને આર્થિક રીતે ખૂબ નુકશાની ભોગવતા હોય છે.

આવા સંજોગોમાં રાજકોટ શહેર ભાજપના દલિત સમાજના આગેવાનો તેમજ ચુંટાયેલા ચાર કોર્પોરેટરોશ્રીઓ તા. ૨૯ જાન્‍યુ ૨૦૨૬ગુજરાત રાજયના મુખ્‍ય મંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલને તથા કેબીનેટ મંત્રી પ્રઘુમનભાઈ વાઝા, તથા કેબીનેટ મંત્રી-દક્ષાબેન વાઘેલા તથા રાજકોટના ૭૦ ના ધારા સભ્‍ય રમેશભાઈ ટીલાળાની આગેવાની હેઠળ રજુઆત

આ રીતે સફાઈની સારી કામગીરી નથી કરી શકતા તેથી આવા સફાઈ કામદારોને પોતાના પરિવારમાંથી કોઈ પણ એક વારસદારને રહેમ રાહે નોકરી આપવાની   કામદારોની વારસદારની રહેમ રાહે નોકરી આપવાની તાત્‍કાલીક હલ કરવા અને સફાઈ કામદારોના પરીવારને સુખ શાંતી, સમળધ્‍ધિ બની રહે તેવી મુખ્‍ય મંત્રીશ્રીએ રાજકોટ કમીશનરને સૂચના આપેલ હતી.

જે ગુજરાત રાજયના મુખ્‍ય મંત્રી તેમજ મંત્રીનો પ્રભુમનભાઈ વાઝા  મંત્રી દક્ષાબેન વાઘેલાન રજુઆત રાજકોટના ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળાની આગેવાની હેઠળ રાજકોટ શહેર અનુસુચીત જાતીના પ્રમુખ રતાભાઈ પરમાર તથા મહામંત્રી સંજયભાઈ બગડા તથા  ભાજપના પુર્વ કોર્પોરેટર વોર્ડ નં.૧૧, રણજીતભાઈ સાગઠીયા તથા વોર્ડ નં.૫ ના હાર્દિકભાઈ ગોહેલ તથા વોર્ડ નં.૧૪ ના ભારતીબેન મકવાણા, તથા વોર્ડ નં.૭ ના જયશ્રીબેન ચાવડા, તથા દલિત સમાજના આગેવાનો વજુભાઈ લુણસીયા, મહેશભાઈ અઘેરા, દેવજીભાઈ ખીમસુરીયા, રવિભાઈ ગોહેલ, એન.જી. પરમાર, દિનેશભાઈ સોલંકી, રામજીભાઈ મેરીયા, બકુલભાઈ મકવાણા, પ્રવિણભાઈ ચાવડા, તથા આગેવાનો. આ સહિતના દલિતના આગેવાનોની સફળ રજુઆતથી રાજકોટ કોર્પોરેશનના સફાઈ કામદારોને વારસદારોને રહેમ રાહે નોકરી કુલ ૧૨૩ પરીવારોને વારસદારની માટે નો હુકમ કરવામાં આવેલ છે. આ રીતે ૨૦૧૨ થી અણઉકેલ નો પ્રશ્નનો હલ થઈ અને સફાઈ કામદારોમાં ખુશીનો ઉત્‍સાહ નો માહોલ જોવા મળેલ છે. તેમ અંતમાં આગેવાનોએ જણાવ્‍યું હતું.  

(2:38 PM IST)