News of Saturday, 21st March 2026
શાપર-વેરાવળ પોલીસે સગીરાનું અપહરણ કરનાર આરોપીને જામનગરથી ઝડપી પાડયો

રાજકોટ, તા., ર૧: શાપર-વેરાવળ પોલીસે સગીરાનું અપહરણ કરનાર આરોપીને અપહૃત સગીરા સાથે જામનગરથી ઝડપી લીધો હતો.
શાપર (વે.) પો.સ્ટે.માં ફરીયાદીની સગીર વયની દીકરીનું કોઇ અજાણ્યો ઇસમ ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ગયાની ફરીયાદ પણ શાપર (વે.) પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. આર.બી.રાણાનાઓ તથા પો. સ્ટાફ અલગ અલગ ટીમો બનાવી ટેકનીકલ તથા હ્યુમન સોર્સીસની મદદતી તપાસ કરતા આરોપી તથા ભોગ બનનાર જામનગર શહેરમાં હોવાની હકીકત મળતા તુરત વર્ક આઉટ કરી આરોપી અનિલ જામસીંગભાઇ ભુરીયા (ઉ.વ.૧૯) શાપર વેરાવળ ગોદાવરી ગેઇટ અંદર મુળ રહે. ગઢવાળી તા.જી. જાંબુઆ રાજય પ્રદેશને ભોગ બનનાર સાથે શોધી કાઢી આગળની કાર્યવાહી કરી હતી.
આ કામગીરી શાપર-વેરાવળ પો.સ્ટે.ના પો.સબ ઇન્સ. વી.જી.જેઠવા, એએસઆઇ ક્રિપાલસિંહ રાણા, દિવ્યરાજસિંહ સરવૈયા, છત્રપાલસિંહ જાડેજા, પો.હેડ કોન્સ. મહેન્દ્રભાઇ ધાંધલ, જગશીભાઇ ઝાલા, દિનેશભાઇ ખાટરીયા, પો.કોન્સ. લગધીરસિંહ જાડેજા, અલ્પેશભાઇ ડામસીયા, વિમલભાઇ વેકરીયા, રાજદીપસિંહ જાડેજા, લોકરક્ષક દિવ્યેશભાઇ શામળાનાઓ દ્વારા કરવામાં આવેલ છે
(3:38 PM IST)










