<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st March 2026

રેઢા પડેલા ‘દોસ્‍ત' વાહનમાંથી ૪૦૦ લિટર દેશી દારૂ મળ્‍યો

માલધારી ફાટકથી ગોંડલ રોડના રસ્‍તે કાર્યવાહી : પીસીબીની ટીમની કાર્યવાહીઃ વાહનના ચાલક-માલિકની શોધ

રાજકોટ તા. ૨૧: માલધારી ફાટકથી ગોંડલ રોડ તરફ જતાં રસ્‍તા પર ક્રિષ્‍ના પાર્ક રિસોર્ટની સામેના રોડ પરથી ક્રાઇમ બ્રાંચે દેશી દારૂનો જથ્‍થો ભરેલા દોસ્‍ત વાહન પકડી લઇ ચાલક-માલિકની શોધખોળ હાથ ધરી છે.

ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે ડીસીબીના ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, વિશાલભાઇ દવેને બાતમી મળી હતી કે ક્રિષ્‍ના પાર્ક સામે એક દોસ્‍ત વાહન નં. જીજે૦૩અએક્‍સ-૪૧૨૨ પડયું  છે જેમાં દારૂનો જથ્‍થો છે. આ બાતમી પરથી વાહન પાસે પહોંચી તપાસ કરતાં અંદરથી રૂા. ૮૦ હજારનો ૪૦૦ લિટર દેશી દારૂ મળતાં તે તથા ૨ લાખનું વાહન કબ્‍જે કર્યુ હતું. વાહનની માલિકી કોની છે? ચાલક કોણ હતો? તેની તપાસ થઇ રહી છે. પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીઆઇ એમ. જે. હુણ, પીએસઆઇ પી. બી. ત્રાજીયા, આર. કે. જાડેજા, સંતોષભાઇ મોરી સહિતે આ કામગીરી કરી હતી. 

(2:58 PM IST)