News of Saturday, 21st March 2026
પતિએ મંદિરે સાથે આવવાની ના કહી દિકરાને લઇ જવાનું કહેતાં મીનાબેન ખટ્ટર સળગ્યા
રામનાથપરાનો બનાવઃ મહિલા ગંભીર હાલતમાં સારવારમાં

રાજકોટ તા. ૨૧: રામનાથપરા શેરી નં. ૧૪માં રહેતાં મીનાબેન ચોઇથારામ ખટ્ટર (ઉ.વ.૫૨) નામના મહિલાએ રાતે નવેક વાગ્યે શરીરે કેરોસીન રેડી કાંડી ચાંપી લેતાં ગંભીર હાલતમાં દાઝી જતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે.
મીનાબેનના લગ્ન છવ્વીસ વર્ષ પહેલા થયા છે. સંતાનમાં એક દિકરી અને ત્રણ દિકરા છે. પતિ હેમુ ગઢવી હોલ પાછળ દાળ-પકવાન-નાસ્તાની લારી રાખી ગુજરાન ચલાવે છે. ચોઇથારામ ખટ્ટરે જણાવ્યું હતું કે ગઇકાલે અમારો સિંધી સમાજનો ચેટીચાંદનો તહેવાર હોઇ રાતે મારા પત્નિ મીનાબેનને રામનાથપરામાં જ આવેલા અમારા સમાજના મંદિર ખાતે જવું હતું. પણ હું કામમાં હોઇ મેં તેણીને દિકરાને સાથે લઇ જવાનું કહ્યું હતું. આ કારણે તેણીને માઠુ લાગી ગયું હતું અને જુનુ પડતર કેરોસીન પડયું હોઇ તે શરીરે છાંટી અગ્નિસ્નાન કરી લીધુ હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં એ-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી.
(3:38 PM IST)










