News of Monday, 23rd March 2026
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનો ધમધમાટઃવોર્ડ વાઈઝ મતદાર યાદી જાહેરઃ કુલ ૯.૮૫ લાખ મતદારો નોંધાયા
પુરુષ ૫,૧૦,૦૮૬ તથા મહિલાઓ ૪,૭૫,૮૪૮ અને ત્રીજી જાતિ (Other)ના ૧૮ મતદારોઃ વોર્ડ નંબર ૧૧ સૌથી વધુ ૯૦,૧૪૮ મતદારો ધરાવે છે, જ્યારે વોર્ડ નંબર ૫ માં સૌથી ઓછા એટલે કે ૪૦,૮૦૭ મતદારો નોંધાયા

રાજકોટ,તા.૨૩: આગામી રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં આવી છે. પ્રસિદ્ધ થયેલી નવી યાદી મુજબ, રાજકોટ શહેરના ૧૮ વોર્ડમાં કુલ ૯,૮૫,૯૫૨ મતદારો નોંધાયા છે. જેમાં પુરુષ મતદારોનું વર્ચસ્વ જોવા મળ્યું છે.
આંકડાકીય વિગતો મુજબ, વોર્ડ નંબર ૩ સૌથી વધુ ૭૩,૩૩૧ મતદારો ધરાવે છે, જ્યારે વોર્ડ નંબર ૫ માં સૌથી ઓછા એટલે કે ૪૦,૮૦૭ મતદારો નોંધાયા છે. મતદારોની સંખ્યાની દ્રષ્ટિએ વોર્ડ નંબર ૧, ૩, ૧૧ અને ૧૮ માં મતદારોનો આંકડો ૬૦ હજારથી ઉપર જોવા મળ્યો છે
સમગ્ર શહેરમાં ચૂંટણી પ્રક્રિયાને સરળ બનાવવા માટે કુલ ૧,૦૧૬ વિભાગો પાડવામાં આવ્યા છે. તંત્ર દ્વારા ૧૮ વર્ષ કે તેથી વધુ વયના તમામ નવા નોંધાયેલા મતદારોનો આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
સૌથી વધુસ્ત્રી મતદારોઃ વોર્ડ નં. ૧૧ માં (૪૩,૪૧૧) સૌથી વધુ પુરુષ મતદારોઃ વોર્ડ નં. ૧૧ માં (૪૬,૭૩૫)ત્રીજી જાતિના મતદારોઃ કુલ ૧૮ મતદારો છે, જેમાં સૌથી વધુ વોર્ડ નં. ૭ માં (૫ મતદારો) છે (૪.૯)
સૌથી વધુ મતદારો ધરાવતા વોર્ડ
વોર્ડ નંબર કુલ મતદારો
વોર્ડ નં. ૩ ૭૩,૩૩૧
વોર્ડ નં. ૧૧ ૯૦,૧૪૮
વોર્ડ નં. ૧ ૬૭,૧૮૫
સૌથી ઓછા મતદારો ધરાવતા વોર્ડ
વોર્ડ નંબર કુલમતદારો
વોર્ડ નં. ૫ ૪૦,૮૦૭
વોર્ડ નં. ૧૫ ૪૦,૭૯૯
વોર્ડ નં. ૧૬ ૪૨,૦૧૨
(1:33 PM IST)










